China DeepSeek: ચીનની એઆઈ ટેકનોલોજી ડીપસીક વી3 થી દુનિયામાં હડકંપ; ગુગલ, મેટા, ઓપનઆઈ કંપનીઓને ખતરો

China DeepSeek V3 AI Chatgpt Model: ચીને પોતાનું એઆઈ ચેટજીપીટી મોડલ ડીપસીક-વી3 લોન્ચ કરીને દુનિયાને હચમચાવી દીધી છે. ડીપસીક-વી3 ઓપન સોર્સ છે, જેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ દુનિયાભરના ડેવલપર્સ કરી શકે છે.

Written by Ajay Saroya
January 27, 2025 11:59 IST
China DeepSeek: ચીનની એઆઈ ટેકનોલોજી ડીપસીક વી3 થી દુનિયામાં હડકંપ; ગુગલ, મેટા, ઓપનઆઈ કંપનીઓને ખતરો
AI Artificial Intelligence Technology: એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

China DeepSeek AI ChatGPT Model: ચીનના એઆઈ મોડલથી દુનિયાભરમાં હડકંપ મચ્યો છે. જાન્યુઆરી 2025માં, ચીનની ડીપસીક એઆઈ લેબે તેનું નવું એઆઈ મોડેલ ડીપસીક -વી 3 લોન્ચ કર્યું હતું. નવી ડીપસેક-વી3 (DeepSeek-V3) એ તેના લોન્ચિંગ સાથે જ ગ્લોબલ ટેક વર્લ્ડને હચમચાવી નાખ્યું હતું. ચીનના ‘ચેટજીપીટી’ મોડેલે અમેરિકાની દિગ્ગજ આઈટી ટેકનોલોજી કંપનીઓને ચિંતામાં મૂકી દીધા છે કારણ કે તેનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમેરિકાના નંબર 1 તાજ ઉભો થયો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓપનએઆઈ, મેટા અને ગૂગલ જેવી કંપનીઓ અમેરિકામાં એઆઈ ડેવલપમેન્ટમાં મોખરે છે. પરંતુ હવે ચીને ડીપસીક-વી3 સાથે મોટો દાવ ખેલ્યો છે. ડીપસેક-વી3 એક એવું મોડેલ છે જે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ એઆઇ સિસ્ટમને પડકારી રહ્યું છે, જ્યારે તેના નિર્મા પાછળનો ખર્ચ ઘણો ઓછો રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, ચીનના DeepSeek-V3 મોડેલનું લોન્ચિંગ પણ આશ્ચર્યજનક છે કારણ કે અમેરિકાએ ચીનને તેની પ્રગતિને ધીમી પાડવા માટે એનવીઆઇડીઆઇએ (NVIDIA) ના પાવરફુલ ચિપસેટ જેવા મુખ્ય એઆઇ હાર્ડવેરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પડકારો છતાં, ડીપસીકે સાબિત કર્યું છે કે ઇનોવેશન દરેક સંજોગોમાં થઈ શકે છે.

સ્માર્ટ અને વાજબી ઇનોવેશન ટેકનોલોજી

ડીપસીક વી3 (V3) એટલા માટે મહાન છે, કારણ કે તે અન્ય એઆઇ (AI) મોડેલોની જેમ જ કામગીરી બજાવે છે, પરંતુ તેને બનાવવા માટે ખૂબ જ ઓછા નાણાંનો ખર્ચ થાય છે. ચીન પર એડવાન્સ્ડ હાર્ડવેર પ્રતિબંધોને કારણે પણ આ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, કોમ્પિટિટિવ એઆઇ સિસ્ટમ્સના નિર્માણ માટે અબજો ડોલરની જરૂર પડે છે, અને ડીપસીકની સફળતા દર્શાવે છે કે સર્જનાત્મક અભિગમ સાથે મર્યાદિત બજેટમાં પણ પાવરફુલ એઆઇ મોડેલો ડેવલપ કરવું શક્ય છે. જો કે, સૌથી મોટી હકીકત એ છે કે ડીપસીક-વી3 ઓપન-સોર્સ છે, જેનો અર્થ એ છે કે દુનિયાભરના ડેવલપર્સ તેને એક્સેસ કરી શકે છે, એવી જગ્યાઓ પર પણ જ્યાં મોંઘા એઆઈ ટૂલ્સમાં રોકાણ કરવા માટે ઓછા પૈસા છે.

અમેરિકાના પ્રતિબંધોનો જડબાતોડ જવાબ

ડીપસીક-વી3 (DeepSeek-V3) નું લોન્ચિંગ ઘણું મહત્વનું છે. મોટા એઆઈ મોડેલોને તાલીમ આપવા માટે જરૂરી મુખ્ય એઆઈ ચિપ્સની એક્સેસને અવરોધિત કરવા માટે અમેરિકા એ લાંબા સમયથી ચીન પર પ્રતિબંધો લાદયા છે. આ પ્રતિબંધોનો હેતુ ચીનને એઆઈમાં ઝડપથી આગળ વધતા અટકાવવાનો હતો, પરંતુ DeepSeek-V3 ની સફળતા દર્શાવે છે કે આ પ્રતિબંધો અમેરિકાની અપેક્ષાઓ મુજબ કામ કરી શક્યા ન હતા. મોંઘા હાર્ડવેર પર આધાર રાખવાને બદલે, ડીપસિકના ઇજનેરોએ હાલની ટેકનોલોજીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવી રીતો શોધી કાઢી અને ચાઇનીઝ ટેક ઉદ્યોગને એઆઇ સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વિચારવાની ફરજ પાડી.

એઆઈનું ભવિષ્ય

ડીપસીક-વી3 વિશ્વમાં ચાલી રહેલી એઆઈની રેસમાં પરિવર્તનનો સંકેત છે. અમેરિકાની કંપનીઓ એઆઇ વિકસાવવા માટે સતત કામ કરી રહી છે ત્યારે દીપસીકની સફળતા દર્શાવે છે કે ઘણી વખત ચુસ્ત હોય તેવા નિયંત્રણો હોવા છતાં જ્યાં આશા ન હોય ત્યાં પણ ઇનોવેશન થઇ શકે છે. ડીપસેકના નવા મોડલ સાથે અમેરિકા પર હવે એઆઇમાં સતત રોકાણ કરવાનું દબાણ છે અને નવી ક્રિએટિવિટી સાથે ખાસ કરીને સમય મર્યાદામાં રહીને કામ કરવાનો પડકાર પણ છે. ડીપસીકના ઉદભવ સાથે, તે દર્શાવે છે કે ચીન હવે એઆઈ સેગમેન્ટમાં એક મજબૂત હરીફ છે.

દુનિયામાં DeepSeek-V3 ની અસર

ડીપસીક-વી3 ઓપન સોર્સ છે, જેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ દુનિયાભરના ડેવલપર્સ કરી શકે છે, જેમાં વિકાસશીલ દેશોમાં નાની કંપનીઓ અને સંશોધકોનો પણ સમાવેશ થાય છે. તે દુનિયામાં એઆઈ ટેકનોલોજી વિસ્તૃત કરવામાં અને મોટી નાણાકીય સહાય ન ધરાવતા દેશો માટે ઇનોવેશન માટે સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. હવે જ્યારે ચીન એઆઈની દુનિયામાં એક મજબૂત અને મોટો ખેલાડી બની ગયો છે, ત્યારે વૈશ્વિક એઆઈ નેતૃત્વ માટેની સ્પર્ધા વધુ સંતુલિત રહેશે અને એઆઈનું ભવિષ્ય ફક્ત અમેરિકા જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો દ્વારા નક્કી કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ