Video: સર્કસનો સિંહ પાંજરામાંથી છટકી ગયો, લોકોમાં ડર ફેલાયો, આવી રીતે ફેલાયો; જુઓ વાયરલ વીડિયો

Circus Lion Viral Video : સર્કસનો સિંહ પાંજરામાંથી છટકી ગયો અને શહેરના રસ્તા પર ફરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો બનાવનાર મહિલા સિંહને જોઇને ચીસો પાડવા લાગે છે.

Circus Lion Viral Video : સર્કસનો સિંહ પાંજરામાંથી છટકી ગયો અને શહેરના રસ્તા પર ફરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો બનાવનાર મહિલા સિંહને જોઇને ચીસો પાડવા લાગે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Lion On Street | circus lion | circus lion video viral | lion

રસ્તા પર ફરી રહેલા સિંહનો વીડિયો થયો વાયરલ (ઇન્સ્ટાગ્રામ)

Circus Lion Viral Video : જંગલના રાજા સિંહને જોઈને કોઈની પણ હાલત બગડી જાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક સિંહ સોસાયટીમાં ફરતો જોવા મળ્યો હતો. લોકો તેમના ઘરમાં છુપાઈને તેનો વીડિયો બનાવી રહ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે આ સિંહ સર્કસના પાંજરામાંથી છટકી ગયો હતો, આ ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

Advertisment

આ વાયરલ વીડિયો ઈટાલીનો હોવાનું કહેવાય છે, જ્યાં સિંહ તેના ઘેરીમાંથી ભાગી છૂટ્યા બાદ ઈટાલીના એક શહેરના રોડ પર ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ તરત જ ત્યાંના રહેવાસીઓને ચેતવણી આપી, અને જ્યાં સુધી સિંહને પકડવામાં ન આવે ત્યાં સુધી ઘરની અંદરે રહેવાની સલાહ આપી. પોલીસ અને અધિકારીઓએ તરત જ સિંહની શોધખોળ શરૂ કરી હતી.

આ વીડિયોનો શેર કરીને જણાવ્યું કે, "શેર #લાડિસ્પોલીના ઘરોમાં ફરી રહ્યો છે. આજે જે થઈ રહ્યું છે તે અવિશ્વસનીય છે." વીડિયો બનાવનાર મહિલા સિંહને જોઈને ચીસો પાડવા લાગે છે. મહિલાની ચીસો સાંભળીને સિંહ તેની તરફ જુએ છે અને પોતાની ચાલમાં આગળ નીકળી જતો રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જોકે, થોડા કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા સિંહને પકડીને સર્કસ સ્ટાફને સોંપવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે સિંહને બેભાન કર્યા બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ, કારાબેનિ.રી, ફાયરબ્રિગેડ, સ્થાનિક પોલીસ, સ્થાનિક લોકોએ આ સિંહને પકડવામાં મદદ કરી. મેયર તરફથી સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

Advertisment

આ પણ વાંચો | ડીપફેકનો દુરુપયોગ કરનાર સાવધાન, નહીંત્તર જેલની સજા સાથે નાણાંકીય દંડ થશે; સરકારે ગાઇડલાઇન જારી કરી

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ જોયો છે જ્યારે 2 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. આ વીડિયો @galvanimichele નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં લોકોના ડરામણા અવાજો સરળતાથી સાંભળી શકાય છે.

વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ