Jammu Kashmir Doda Encounter: સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
થોડીવારના ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ પડકારરૂપ પ્રદેશમાં ગાઢ જંગલોમાંથી તેમનો પીછો કર્યો, જેના પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજી એન્કાઉન્ટર થઈ.
અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એક અધિકારી સહિત ચારનું મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું.
ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચોઃ- મહારાષ્ટ્ર રાજકારણ : શરદ પવાર અને છગન ભુજબળ વચ્ચે દોઢ કલાક વાતચીત, એક કાંકરે બે નિશાન સાધી ગયા મહારાષ્ટ્રના મંત્રી
સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે ઓપરેશન ચાલુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક પોલીસ પ્રવક્તાએ દેસા ફોરેસ્ટ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ કહ્યું હતું કે “વધુ વિગતો હજુ રાહ જોઈ રહી છે.