Climate Change: આગામી મહા કુંભ મેળો નદીમાં નહીં રેતીમાં યોજાશે, પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે PM મોદીને લખ્યો પત્ર

Climate Change In India: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 144 બાદ પ્રયાગરાજ મહા કુંભ મેળા ક્યાં યોજાશે તે અંગે ચિંતાજનક વાત કહી છે. તેમણે સૂચન કર્યું છે કે, પીએમ મોદીએ લદ્દાખના આબોહવાથી અસરગ્રસ્ત સમુદાયોએ પ્રધાનમંત્રીને મળવું જોઈએ.

Written by Ajay Saroya
February 26, 2025 17:05 IST
Climate Change: આગામી મહા કુંભ મેળો નદીમાં નહીં રેતીમાં યોજાશે, પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે PM મોદીને લખ્યો પત્ર
Sonam Wangchuk Concern About Climate Change: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમા હિમાલયની નદીઓ અને મહા કુંભ મેળા વિશે ચિંતા વ્યક્ત કરી છે. (Photo: Social Media)

Sonam Wangchuk Written Letter To PM Modi: મહાશિવરાત્રી પર શાહી સ્નાન સાથે પ્રયાગરાજ મહાકુંભ મેળો 2025 સમાપ્ત થયો છે. જો કે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 144 વર્ષ બાદ મહાકુંભ મેળો યોજાવા અંગે ચિંતાજનક વાત કહી છે. સોનમ વાંગચુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખીને ચેતવણી આપી છે કે જો ગ્લેશિયરો પીગળવાનું આ જ ગતિએ ચાલતું રહ્યું તો 144 વર્ષ બાદ આગામી મહા કુંભ માત્ર રેતી પર જ યોજાઈ શકે છે.

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું કહેવું છે કે, હિમાલયની હિમનદીઓ ભારતની મુખ્ય નદીઓ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ જળવાયુ પરિવર્તન અને જંગલો ઘટવાના કારણે પાણીનો પ્રવાહ ઝડપથી ઘટી રહી છે. જો સમયસર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ મોસમી પાણીના પ્રવાહમાં ફેરવાઈ શકે છે.

નદીઓ નહીં હોય તો કાર્યક્રમ નહીં થઈ શકે

પ્રધાનમંત્રીની પર્યાવરણલક્ષી પહેલોની પ્રશંસા કરતાં વાંગચુકે હિમાલયની હિમનદીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક પંચની રચના કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ભારતે આ મુદ્દા પર આગેવાની લેવી જોઈએ કારણ કે તેની નદીઓ કરોડો લોકો માટે આસ્થા અને આજીવિકાના કેન્દ્રો છે. જો નદીઓ સુકાઈ જાય તો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ અસર થશે.

પર્યાવરણવિદે પણ આ ગંભીર મુદ્દે સામાન્ય લોકોમાં જાગૃતિનો મોટો અભાવ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, લદ્દાખના આબોહવાથી અસરગ્રસ્ત સમુદાયોએ પ્રધાનમંત્રીને મળવું જોઈએ, જેથી તેઓ હિમાલયના ક્ષેત્રમાં થઈ રહેલા આબોહવામાં થઈ રહેલા ફેરફારોના પ્રત્યક્ષ પુરાવા રજૂ કરી શકે. આના પ્રતીક તરીકે, તેઓ બરફનો એક ટુકડો પણ ભેટ આપવા માંગે છે જે ઝડપથી પીગળતા ગ્લેશિયરોની વાસ્તવિકતાને ઉજાગર કરશે.

યુનાઇટેડ નેશન્સે 2025 ને “ગ્લેશિયર સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ” જાહેર કર્યું છે, જેણે આ વિષય પર વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે. વાંગચુકનું માનવું છે કે ભારતે આ તકનો ઉપયોગ એક મજબૂત એક્શન પ્લાન તૈયાર કરવા માટે કરવો જોઈએ જેથી હિમાલયની ઇકોલોજીને બચાવી શકાય અને નદીઓ આવનારી પેઢીઓ માટે અસ્તિત્વમાં રહી શકે.

હાલ પ્રયાગરાજમાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ પર મહા કુંભ 2025 મેળો યોજાયો હતો. પરંતુ મોટો સવાલ એ છે કે, આગામી મહાકુંભ 144 વર્ષ પછી ક્યાં યોજાશે, શું આ નદીઓ અસ્તિત્વ ટકાવી શકશે? સોનમ વાંગચુકે ચેતવણી આપી છે કે જો આપણે અત્યારે આ અંગે સજાગ નહીં રહીએ તો ભવિષ્યમાં બચાવવા માટે કઇ પણ રહેશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ