Cloudburst in Doda District jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશના ડોડા જિલ્લામાં અચાનક વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું હતું. જેના કારણે 10 મકાનોને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રશાસન શક્ય તેટલી વહેલી તકે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે મંગળવારે બપોરે એક્સ પર જણાવ્યું હતું કે તેમણે ડીસી ડોડા હરવિંદર સિંહ સાથે વાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે ભલેસાના ચરવા વિસ્તારમાં અચાનક પૂર આવવાની જાણ થઈ છે. ફ્લેશ પૂરને કારણે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને મારા કાર્યલયને નિયમિત અપડેટ્સ મોકલવામાં આવી રહ્યા છે.
સીએમ ઓમર અબ્દુલ્લાની પરિસ્થિતિ પર નજર
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સમીક્ષા બેઠક યોજી છે. તેમણે કહ્યું કે સ્થિતિ ગંભીર છે, તેમની પરિસ્થિતિ નજર છે. જમ્મુ પ્રાંતના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હું પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખવા માટે શ્રીનગરથી આગામી ઉપલબ્ધ ફ્લાઇટ દ્વારા જમ્મુ પહોંચીશ. ડેપ્યુટી કમિશનરોને કટોકટીની પુન:સ્થાપનાના કામો અને અન્ય જરૂરિયાતો માટે વધારાનું ભંડોળ પૂરું પાડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો – નિક્કી હત્યાકાંડમાં નવો ખુલાસો, હત્યાના દિવસે કઇ વાતને લઇને થયો હતો ઝઘડો, પોલીસે ખોલ્યા બધા રહસ્ય
ડેપ્યુટી કમિશનરે શું કહ્યું?
ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ચિનાબ નદીના વિસ્તારોમાં. બે જગ્યાએથી વાદળ ફાટવાના સમાચાર છે. વાદળ ફાટવાના કારણે એનએચ 244 પણ ધોવાઇ ગયો છે. અમારી ટીમ તેને પુન:સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાંથી બે ગંધોરમાં અને એક ઠઠરી સબડિવિઝનમાં છે. 15 જેટલા રહેણાંક મકાનોને નુકસાન થયું છે અને ગૌશાળાને પણ નુકસાન થયું છે. એક ખાનગી આરોગ્ય કેન્દ્રને પણ નુકસાન પહોંચ્યું છે.