‘હું તમારું દર્દ સમજું છું…’, વિરોધ કરી રહેલા ડૉક્ટરોને મળવા માટે CM મમતા બેનર્જી કોલકાતા પહોંચ્યા

Kolkata doctor rape murder case : સીએમ મમતા બપોરે સ્વાસ્થ્ય ભવન પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા તબીબો હાજર રહ્યા હતા.

Written by Ankit Patel
September 14, 2024 14:22 IST
‘હું તમારું દર્દ સમજું છું…’, વિરોધ કરી રહેલા ડૉક્ટરોને મળવા માટે CM મમતા બેનર્જી કોલકાતા પહોંચ્યા
પશ્વિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જીૃ Express photo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બળાત્કાર અને હત્યા કેસમાં વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ પહોંચી છે. સીએમ મમતા બપોરે સ્વાસ્થ્ય ભવન પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા તબીબો હાજર રહ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, આ મામલે હું તમારી સાથે છું. હું તમારી પીડા સમજું છું. મને મારા પદની ચિંતા નથી.

મેં મારા વિદ્યાર્થી જીવન દરમિયાન ઘણા આંદોલનો પણ કર્યા છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તમે વરસાદમાં વિરોધ કરી રહ્યા છો. આ માટે હું તમને સલામ કરું છું. હું તમારી બધી માંગણીઓ પર વિચાર કરીશ. મને મારા પદની ચિંતા નથી. લોકોનું સ્થાન મારા પદ કરતાં ઊંચું છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે ડોક્ટરોની એક ટીમ નબન્ના બેઠક માટે પહોંચી હતી, પરંતુ આ બેઠક થઈ શકી ન હતી. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ જુનિયર ડોકટરોને મળવા માટે બે કલાક રાહ જોતા હતા, પરંતુ તેઓ મીટીંગ સ્થળ પર આવ્યા ન હતા. આ પછી સીએમ મમતાએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. સીએમ મમતાએ ફરી એકવાર કહ્યું કે તેઓ CBI પાસે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરશે.

તમે વરસાદમાં હતા એટલે મને ઊંઘ ન આવી – મમતા બેનર્જી

મમતા બેનર્જીએ ડોક્ટરોને કહ્યું કે જો તમને કોઈ સમસ્યા હશે તો મને પણ થશે. તમે વરસાદમાં પ્રદર્શન કરી રહ્યા છો. આ જોઈને મને આખી રાત ઊંઘ ન આવી. હું તમારી સાથે અન્યાય નહીં થવા દઉં. તમારી તમામ માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવશે. ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ તમારે કામ પર પાછા ફરવું જોઈએ. તમે નારા લગાવો, એ તમારો અધિકાર છે.

શું છે સમગ્ર મામલો?

9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે તેણે મિત્રો સાથે ડિનર કર્યું હતું પરંતુ તે પછી તેના કોઈ સમાચાર નહોતા. બીજા દિવસે સવારે ચોથા માળે આવેલા સેમિનાર હોલમાંથી ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવતાં મેડિકલ કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો.

પોસ્ટમોર્ટમના પ્રારંભિક રિપોર્ટમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે કોલકાતા પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉભા થયા છે. બાદમાં હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ ઘટનાને લઈને ડોક્ટરો સતત વિરોધ કરી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ