‘યોગી જી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો’, અયોધ્યામાં મુખ્યમંત્રીએ કહ્યું – અમે જે કહ્યું તે કરીને બતાવ્યું

CM Yogi Ayodhya Diwali : સીએમ યોગી આદિત્યનાથે કહ્યું - આ વર્ષની દિવાળી ઐતિહાસિક છે, કારણ કે 500 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભગવાન શ્રી રામલલ્લા તેમના ધામમાં બિરાજમાન થયા છે.

Written by Ashish Goyal
October 30, 2024 18:21 IST
‘યોગી જી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો’, અયોધ્યામાં મુખ્યમંત્રીએ કહ્યું – અમે જે કહ્યું તે કરીને બતાવ્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

CM Yogi Ayodhya Diwali: દિવાળીના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો હતો. સીએમ યોગીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કહ્યું કે અમે જે કહ્યું તે કરીને બતાવ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકોએ મને કહ્યું હતું કે યોગીજી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે 8 વર્ષ પહેલા જ્યારે અમે પહેલી વાર દીપોત્સવ મનાવવા આવ્યા હતા ત્યારે ભીડમાં ઉત્સાહ હતો અને એ જ અવાજ ગૂંજી રહ્યો હતો અને આ જ નારો હતો કે “યોગીજી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો”. મેં તે સમયે કહ્યું હતું કે શ્રદ્ધા રાખો, આજે તમે જે દીવા પ્રગટાવશો તે માત્ર દીવા નથી, તે સનાતન ધર્મની આસ્થા છે. ભગવાન રામની કૃપા અવશ્ય વરસશે.

અયોધ્યામાં સનાતન ધર્મની શરૂઆત છે – સીએમ યોગી આદિત્યનાથ

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આજે અયોધ્યા ચમકી રહ્યું છે. અયોધ્યામાં સનાતન ધર્મની શરૂઆત છે. આજે આપણી કાશી ચમકી રહી છે. દુનિયા ભવ્ય કાશીના જોઇ રહી છે. સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ ડબલ એન્જિનની સરકાર છે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અયોધ્યામાં 2017 પહેલા વીજળી ન હતી. જેમણે રામની અવગણના કરી, જેમણે ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા, તેઓ માત્ર ભગવાન રામના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવી રહ્યા ન હતા, તેઓ સનાતન ધર્મના અસ્તિત્વ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. તેઓ તમારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવી રહ્યા હતા, તેઓ તમારી વિરાસત પર સવાલ ઉઠાવી રહ્યા હતા.

આ પણ વાંચો –  પીએમ મોદીએ આ બે રાજ્યોના લોકોની માફી માંગી, કહ્યું – હું તમારી મદદ કરી શકતો નથી

500 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભગવાન શ્રી રામલલ્લા તેમના ધામમાં બિરાજમાન થયા – સીએમ યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવતા તેને ભારતમાં સનાતન ધર્મ પરંપરાનો મહત્વનો તહેવાર ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હજારો વર્ષ પૂર્વે 14 વર્ષના વનવાસ બાદ અને રામરાજ્યના પ્રારંભ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનની યાદમાં ભારતભરમાં ભક્તોએ પોતાના ઘરને દીવાની માળાઓથી સજાવીને આ પર્વની ઉજવણી શરૂ કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે આ વર્ષની દિવાળી ઐતિહાસિક છે, કારણ કે 500 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભગવાન શ્રી રામલલ્લા તેમના ધામમાં બિરાજમાન થયા છે.

અયોધ્યામાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે ભારત પ્રત્યે દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. ભારતે જે ગતિથી પ્રગતિ કરી છે, તેની તરફ આખું વિશ્વ જોઈ રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતના જ્ઞાન, પરંપરા, યોગ, આયુર્વેદ અને સંસ્કૃતિની સ્થાપિત થઈ રહી છે. ભગવાન શ્રી રામના મંદિરની સ્થાપના બાદ ભારતના સૌભાગ્યનો સૂર્ય ફરી ઉગી રહ્યો છે. આજનો દીપોત્સવ આપણા માટે સંકલ્પનો દિવસ ચોક્કસ છે કે આપણે આ દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી, સમૃદ્ધ અને સક્ષમ દેશ બનાવીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ