Congress: કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવારના નામ જાહેર કર્યા

Rajya Sabha Elections 2026 : વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ લોકોની ઉમેદવારી કરવાની મંજૂરી આપી દીધી છે.

Rajya Sabha Elections 2026 : વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ લોકોની ઉમેદવારી કરવાની મંજૂરી આપી દીધી છે.

author-image
Ajay Saroya
New Update
mallikarjun kharge | Rahul Gandhi | congress leader

Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન અડગે સાથે રાહુલ ગાંધી. Photograph: (X/Mallikarjun Kharge)

Delhi Politics News: કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસના બે વર્તમાન સાંસદ અભિષેક મનુ સિંઘવી અને ફૂલો દેવી નેતમનો સમાવેશ થાય છે. આ બંને અનુક્રમે તેલંગાણા અને છત્તીસગઢથી મેદાનમાં છે.

Advertisment

આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાથી કરમવીર સિંહ બૌદ્ધ અને હિમાચલ પ્રદેશના અનુરાગ શર્માના નામની જાહેરાત કરી છે. અનુરાગ શર્મા હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નજીકના માનવામાં આવે છે. તેઓ કાંગડામાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે.

તામિલનાડુમાં DMK એ કોંગ્રેસને રાજ્યસભાની બેઠક આપી હતી. કોંગ્રેસે આ બેઠક પરથી એમ ક્રિસ્ટોફર તિલકને મેદાનમાં ઉતાર્યા છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નજીકના સહયોગી નરેન્દ્ર રેડ્ડીને તેલંગાણાથી રાજ્યસભાના નવા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Advertisment

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ગુરુવાર છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ લોકોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

ભાજપ ઉમેદવારોની યાદી

ક્રમરાજ્યઉમેદવારનું નામ
1બિહારનીતિન નવીન
2બિહારશિવેશ કુમાર
3અસમાનતેરાશ ગોવાલા
4અસમજોગેન મોહન
5છત્તીસગઢલક્ષ્મી વર્મા
6હરિયાણાસંજય ભાટિયા
7ઓડિશામનમોહન સામલ
8ઓડિશાસુજીત કુમાર
9પશ્ચિમ બંગાળરાહુલ સિંહા
10મહારાષ્ટ્રવિનોદ તાવડે
11મહારાષ્ટ્રરામદાસ આઠવલે
12મહારાષ્ટ્ર
માયા ચિંતામણ ઇવાનાતે
13મહારાષ્ટ્રરામારાવ કુડકુતે

બિહારના રાજકારણમાં અફરાતફરી, નીતિશ કુમારની વિદાયની સ્ક્રિપ્ટ તૈયાર!

બિહારના રાજકારણમાં અફરાતફરી મચી ગઇ છે. બુધવારે એવી અટકળો વહેતી થઇ કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે રાજીનામું આપી શકે છે અને રાજ્યસભામાં જઈ શકે છે. ગયા નવેમ્બરમાં એનડીએની પ્રચંડ જીત બાદ તેમણે શપથ લીધા ત્યારથી જ તેમની તબિયત અંગે લાંબા સમયથી ચિંતા હતી અને અટકળો ચાલી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના બહાર નીકળવા માટે બ્રેકગ્રાઉન્ટ તૈયારીઓ ચાલી રહી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

મલ્લિકાર્જુન ખડગે ભાજપ રાજ્યસભા congress દેશ