લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસની ચોથી યાદીમાં 46 ઉમેદવાર, વારાણસીમાં પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા

Congress Candidates List Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2924 માટે કોંગ્રેસે ચોથી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત અન્ય કોઈ સીટ પરથી ચૂંટણી લડવાના છે કે નહીં. તેવી જ રીતે પ્રિયંકા ગાંધીને લઇને પણ સસ્પેન્સ છે.

Congress Candidates List Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2924 માટે કોંગ્રેસે ચોથી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત અન્ય કોઈ સીટ પરથી ચૂંટણી લડવાના છે કે નહીં. તેવી જ રીતે પ્રિયંકા ગાંધીને લઇને પણ સસ્પેન્સ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
લોકસભા ચૂંટણી 2024: ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પડકારશે, જાણો કોણ છે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય?

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે અજય રાયને વારાણસી બેઠક પર પીએમ નેરન્દ્ર મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. (Photo - @@kashikirai)

Congress Candidates List Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી પણ જાહેર કરી દીધી છે. 46 નામો સાથે પાર્ટીએ ઘણા દિગ્ગજો નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું કામ કર્યું છે. દિગ્વિજય સિંહથી લઈને અજય રાય સુધીના નામ સામે આવ્યા છે. ઘણા દિવસો પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે કોંગ્રેસ ઘણા મોટા અને જૂના ચહેરાઓને ફરીથી ચૂંટણીમાં ઉતારવા જઈ રહી છે. આ કારણથી દિગ્વિજય સિંહ, અજય રાય જેવા નામ સામે આવી રહ્યા છે.

Advertisment

વારાણસીમાં પીએમ મોદીને પડકારશે કોંગ્રેસના અજય રાય, રાજગઢમાં દિગ્વિજય સિંહ

કોંગ્રેસ તરફથી એક બાજુ દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે, તો વારાણસીમાં અજય રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંકવા જઈ રહ્યા છે. મોટી વાત એ છે કે ચોથી યાદીમાં પણ અમેઠી અને રાયબરેલી જેવી હાઇપ્રોફાઇલ બેઠકો અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. રાહુલ ગાંધી ગત વખતે અમેઠીથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ સ્મૃતિ ઈરાની તરફથી તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે કોંગ્રેસ આ વખતે કોઈ ઉતાવળ નથી કરી રહી, તમામ સમીકરણો જોયા બાદ જ રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારોની જાહેરાત થશે.

Advertisment

કોંગ્રેસ પાર્ટીએ ચોથી યાદીમાં જે 46 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે તેમાંથી 9 ઉત્તર પ્રદેશના, બે ઉત્તરાખંડના અને 12 મધ્ય પ્રદેશના છે. પાર્ટીએ આસામથી એક, જમ્મુ-કાશ્મીરથી બે, મણિપુરથી બે અને બંગાળથી એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

અમરોહાથી દાનિશ અલી ચૂંટણી લડશે

કોંગ્રેસે પોતાની ચૂંટણી યાદીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)માંથી આવનાર દાનિશ અલીને પણ અમરોહાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ નામની ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી, ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ અમરોહા બેઠક પર કટ્ટર ટક્કર આપવા માટે દાનિશ અલી જેવા મજબૂત નેતાને તક આપી શકે છે. હવે તે તમામ અટકળો પર મહોર લાગી ગઈ છે અને સંસદમાં રાજકીય રીતે રમેશ બિધૂડી થી સંસદમાં રાજકીય લડત લડનાર દાનિશ અલી ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે.

અન્ય કેટલાક મોટા નામોમાં તામિલનાડુના શિવગંગા બેઠકથી કાર્તિ ચિદમ્બરમ, યુપીના સહારનપુરથી ઇમરાન મસૂદ, કાનપુરથી આલોક મિશ્રા, ઝાંસીથી પ્રદીપ જૈનનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે 185 ઉમેદવાર જાહેર કર્યા

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે અત્યાર સુધી કુલ 185 ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત અન્ય કોઈ સીટ પરથી ચૂંટણી લડવાના છે કે નહીં. તેવી જ રીતે પ્રિયંકા ગાંધીને લઇને પણ સસ્પેન્સ છે.

rahul gandhi, kisan nyay guarantee, Congress
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Express file photo by Partha Paul)

આ પણ વાંચો | અરવિંદ કેજરીવાલની ધરપકડથી લોકસભા ચૂંટણી પર શું અસર થશે? જાણો શું કહે છે સમીકરણ

લોકસભા ચૂંટણી 2024 - 7 તબક્કામાં મતદાન થશે

તમને જણાવી દઈએ કે દેશમાં આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે અને તેના પરિણામ 4 જૂને આવશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26 મેના રોજ, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું મતદાન 13 મે, પાંચમા તબક્કાનું મતદાન 20 મે, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે.

લોકસભા ચૂંટણી 2024 રાહુલ ગાંધી congress ભાજપ PM Narendra Modi