/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/rahul-gandhi-3.jpg)
રાહુલ ગાંધીની ફાઈલ તસવીર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોની પોતાની યાત્રા દરમિયાન મંગળવારે સેન ફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને આઈઓસીના અન્ય સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી અહીં પ્રવાસી ભારતીયો સાથે વાતચીત અને અમેરિકી સાંસદો સાથે મુલાકાત કરશે. બુધવારે ભારતીયોને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોદીજીને જો ભગવાન સાથે બેસાડવામાં આવે તો તેઓ ભગવાનને પણ સમજાવવાનું શરુ કરી દેશે.
પીએમ મોદી ભગવાનને સમજાવવી શકે છે : રાહુલ ગાંધી
સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં કેટલાક એવા લોકો છે જેઓ બધું જાણે છે. ભગવાનથી પણ વધારે જાણે છે. તેઓ ભગવાન પાસે બેસીને મેને સમજાવી શકે છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે આપણા દેશમાં વડાપ્રધાન તે પૈકી એક છે. મોદીજીને જો ભગવાન સાથે બેસાડવામાં આવે તો તે ભગવાનને સમજાવવાનું શરુ કરી દે કે બ્રહ્માંડમાં કેવી રીતે કામ કરાય. તેઓ વૈજ્ઞાનિકને વિજ્ઞાન અંગે અને ઇતિહાસકારને ઇતિહાસ અંગે સમજાવી શકે છે.
રાહુલ ગાંધીએ આ દરમિયાન ભારત જોડો યાત્રા પર પણ ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે કેટલાક મહિનાઓ પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા શરુ કરી હતી. આ યાત્રા દરમિયાન મેં જોયું કે ભારતમાં રાજકારણના સામાન્ય ટૂલ હતા તે હવે કામ કરી રહ્યા નથી. લોકોને ધમકી આપવામાં આવી રહી છે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં હવે રાજનીતિ કરવી સરળ રહી નથી.
આ પણ વાંચોઃ-World No Tobacco Day 2023 : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, થીમ છે “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં”
સરકારે ભારત જોડો યાત્રાને રોકવા માટે સંભવ કોશિશ કરી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે સરકારે ભારત જોડો યાત્રાને રોકવા માટે સંભવ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેનો પ્રભાવ વધતો જઈ રહ્યો હતો. કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપ લોકોને ડરાવી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ભારત જોડો યાત્રા એટલા માટે શરુ કરી હતી કે લોકોના જોડાવા માટે જેટલા પણ સાધનોની જરૂરત હતી તે દરેક પર ભાજપ-આરએસએસનું નિયંત્રણ હતું.
VIDEO | "The government tried everything it could do to stop the (Bharat Jodo) Yatra, but its impact kept on increasing," says Congress leader Rahul Gandhi in his address at University of California, Santa Cruz.
(Source: Indian National Congress) pic.twitter.com/froRoPbs2q— Press Trust of India (@PTI_News) May 31, 2023
રાહુલ ગાંધીએ પ્રવાસી ભારતીયો સાથે વાત કરતા કહ્યું હતું કે જો તેમે ક્રોધ, ધૃણા અને અહંકારમાં વિશ્વાસ કરો છો તો ભાજપની બેઠકમાં બેસી શકો છો.
આ પણ વાંચોઃ-GSEB 12th Result | ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 : ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછુ પરિણામ, જુઓ તમામ માહિતી
ન્યૂયોર્કમાં સભાને સંબોધિ કરશે રાહુલ ગાંધી
અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ભારતી અમેરિકનનોને સંબોધિત કરવાની સાથે સાથે ન્યૂયોર્કના વોલસ્ટ્રીટના અધિકારીઓ અને વિશ્વ વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તેઓ ચાર જૂને પોતાની યાત્રા સમાપ્ત કરે એ પહેલા ન્યૂયોર્કમાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us