Rahul Gandhi dual citizenship : રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. તેમની નાગરિકતા પર અનેકવાર સવાલો ઉભા થયા છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે બુધવારે ગૃહ મંત્રાલય પાસેથી રાહુલ ગાંધીની નાગરિકતા પર સ્પષ્ટતા માંગી છે.
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં PILની સુનાવણી થઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની ખંડપીઠે એએસજી સૂર્યભાન પાંડેને આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મેળવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ અરજી કર્ણાટક ભાજપના કાર્યકર એસ વિગ્નેશ શિશિરે દાખલ કરી છે. આ પીઆઈએલ 3 મહિના પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં જૂનમાં રાયબરેલી લોકસભાની ચૂંટણીને પડકારવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ભારતના નહીં પરંતુ બ્રિટનના નાગરિક છે. જેના આધારે રાહુલ ગાંધીનું ચૂંટણી નામાંકન રદ કરવાની માંગ કરવામાં આવી હતી.