/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/congress-party.jpg)
કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, (Photo - Rahul Gandhi Facebook)
lok sabha election 2024, કોંગ્રેસ મેનિફેસ્ટો : કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા જઈ રહી છે. સોમવારે સાંજે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીનો મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં ઉમેદવારોના નામને લઈને પાર્ટીની અંદર મંથન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મેનિફેસ્ટોમાં ખેડૂતો, પછાત વર્ગો, દલિતો, મહિલાઓ અને યુવાનોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. માનવામાં આવે છે કે પાર્ટી મેનિફેસ્ટોમાં અગ્નિવીર યોજના બંધ કરવા જેવા મુદ્દાઓ પણ સામેલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ AI દ્વારા મોટા પાયે પ્રચાર કરવાની તૈયારી કરી રહી છે.
કોંગ્રેસ મેનિફેસ્ટોમાં શું શું થઈ શકે છે સામેલ?
એવી શક્યતા છે કે કોંગ્રેસ પી. ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિ દ્વારા મંગળવારે ઢંઢેરો જાહેર કરી શકે છે. જો ખસ્તુયર પર યુવાનોની વાત કરીએ તો અગ્નિવીર યોજના અને બેરોજગારી ભથ્થા જેવા વચનો આ મેનિફેસ્ટોમાં સામેલ કરી શકાય છે.
કોંગ્રેસ આ ચૂંટણીમાં 450 રૂપિયાના ગેસ સિલિન્ડરના વચનને મહત્વનો મુદ્દો બનાવી શકે છે. ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી ખોટા ગેરંટીની થેલી લઈને ફરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Rahul-Gandhi.jpg)
છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના કન્વીનર છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, જયરામ રમેશ, શશિ થરૂર અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેના સભ્યો છે. જાન્યુઆરીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને લઈને સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો અને હવે તેનો ડ્રાફ્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હોવાનું જણાય છે.
આ પણ વાંચોઃ- SBIએ ઈલેક્ટોરલ બોન્ડની ડિટેલ્સ પર ડેડલાઈન વધારવાની માંગ કરી, રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર
મેનિફેસ્ટો દ્વારા લોકોને પાર્ટીનું વિઝન અપાશે
2014 અને 2019માં કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું નહોતું તેથી આ વખતે પાર્ટી મેનિફેસ્ટો દ્વારા લોકોને પાર્ટીનું વિઝન જણાવવા માંગે છે. હાલમાં કોંગ્રેસે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા નથી. જ્યારે ભાજપે 195 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us