Karnataka CM : કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય એચ એ ઇકબાલ હુસૈને કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. રામનગરના ધારાસભ્ય હુસેને પત્રકારોને જણાવ્યું હતું કે સિદ્ધારમૈયાએ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ ખાલી કરવું જોઈએ.
હુસૈને એમ પણ કહ્યું હતું કે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનવાની તક આપવી જોઈએ. હુસૈન લાંબા સમયથી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.
ડીકે શિવકુમારના કટ્ટર સમર્થક હુસૈને કહ્યું કે 6 જાન્યુઆરીએ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનવાની 99 ટકા સંભાવના છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ તારીખનું મહત્વ શું છે. ત્યારે તેમણે કહ્યું કે મને ખબર નથી. તે ફક્ત એક નંબર છે. તે જ બધા કહી રહ્યા છે. તે 6 કે 9 જાન્યુઆરી હોઈ શકે છે. આ બે તારીખો છે.
મુખ્યમંત્રીની ખુરશીને લઇને લડાઈ
કર્ણાટક કોંગ્રેસ છેલ્લા કેટલાક મહિનાઓથી મુખ્યમંત્રીની ખુરશીને લઈને લડાઇ લડી રહી છે. આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારના સમર્થકો સામસામે છે. કોંગ્રેસ હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે પોતાના તેવર ઢીલા કરી દીધા હતા અને બંને નેતાઓ નાસ્તા માટે એકબીજાના ઘરે પહોંચ્યા હતા.
આ પણ વાંચો – કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજય
આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે મુખ્યમંત્રીની ખુરશી અંગેના નિવેદનબાજી હવે બંધ થઈ જશે, પરંતુ ધારાસભ્ય હુસૈનના આ નવા દાવા બાદ આગામી દિવસોમાં કર્ણાટકના રાજકારણમાં રાજકીય ગરમાવો ચોક્કસપણે વધી શકે છે.
ભાજપના સાંસદે કહ્યું – પરમેશ્વર સીએમ બને
આ દરમિયાન રેલવે રાજ્યમંત્રી અને ભાજપના સાંસદ વી સોમન્નાએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ માટે ગૃહમંત્રી જી પરમેશ્વરને ટેકો આપશે. સોમન્નાએ તુમકુરુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સત્તા મેળવવી એ નસીબની વાત છે. મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે પરમેશ્વરન ફક્ત ગૃહમંત્રી બનીને રહી હશે. અમે તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. માત્ર હું જ નહીં, તુમકુરુના લોકો પણ તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.





