કોંગ્રેસની નારી ન્યાય ગેરંટી યોજના શું છે? નોકરીમાં અનામત, 1 લાખની આર્થિક સહાય સહિત આ 5 મુદ્દા પર જાહેરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - કોંગ્રેસ આજે 'નારી ન્યાય ગેરંટી'ની જાહેરાત કરી રહી છે. આ અંતર્ગત પાર્ટી દેશમાં મહિલાઓ માટે નવો એજન્ડા નક્કી કરવા જઈ રહી છે.

Written by Ashish Goyal
March 13, 2024 15:29 IST
કોંગ્રેસની નારી ન્યાય ગેરંટી યોજના શું છે? નોકરીમાં અનામત, 1 લાખની આર્થિક સહાય સહિત આ 5 મુદ્દા પર જાહેરાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે 'મહિલા ન્યાય ગેરટી' યોજનાની જાહેરાત કરી (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)

women justice guarantee scheme : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ‘મહિલા ન્યાય ગેરંટી’ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને 1 લાખ રૂપિયા, સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત અને મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસ આજે ‘નારી ન્યાય ગેરંટી’ની જાહેરાત કરી રહી છે. આ અંતર્ગત પાર્ટી દેશમાં મહિલાઓ માટે નવો એજન્ડા નક્કી કરવા જઈ રહી છે.

ભારતના 22 પ્રમુખ લોકોની સંપત્તિ 70 કરોડ લોકોની સંપત્તિ બરાબર છે – રાહુલ ગાંધી

મહારાષ્ટ્રના ધૂલેમાં ભારત જોડો ન્યાય યાત્રામાં પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી બીજી ભારત જોડો યાત્રામાં અમે એક નવો શબ્દ ‘ન્યાય’ ઉમેર્યો છે કારણ કે અમારી પહેલી યાત્રામાં, અમે જેને પણ મળ્યા, તે ખેડૂત હોય, યુવાનો હોય કે મહિલાઓ, બધાએ કહ્યું કે હિંસા અને નફરત અન્યાયનું કારણ છે. 90 ટકા ભારતીયોને દરરોજ અન્યાયનો સામનો કરવો પડે છે. મને ખબર નથી કે તમે બધા આ જાણો છો કે નહીં પરંતુ ભારતના 22 પ્રમુખ લોકોની સંપત્તિ 70 કરોડ લોકોની સંપત્તિ બરાબર છે.

આ પણ વાંચો – ગૃહ મંત્રાલયે કહ્યું – સીએએથી પરેશાન ના થાય ભારતીય મુસલમાન, કોઇની પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવશે નહીં

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મહિલાઓ આપણા દેશની અડધી વસ્તી છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં તેમને કશું મળ્યું નથી. માત્ર એક જ કામ તેમના નામે રાજકારણ કરવાનું અને તેમની પાસેથી મત લેવાનું છે. કોંગ્રેસે આજે ‘નારી ન્યાય ગેરંટી’ની જાહેરાત કરે છે. આ અંતર્ગત પાર્ટી દેશમાં મહિલાઓ માટે નવો એજન્ડા નક્કી કરવા જઈ રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું – નારી ન્યાય ગેરંટી હેઠળ, કોંગ્રેસ 5 જાહેરાતો કરી રહી છે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે નારી ન્યાય ગેરંટી હેઠળ, કોંગ્રેસ 5 જાહેરાતો કરી રહી છે – પ્રથમ, મહાલક્ષ્મી ગેરંટી – જે હેઠળ દરેક ગરીબ પરિવારની દરેક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. બીજું અડધી વસ્તીને સંપૂર્ણ અધિકાર છે – આ અંતર્ગત કેન્દ્ર સરકારના સ્તરે નવી ભરતીઓમાં અડધાથી વધુ મહિલાઓનો અધિકાર રહેશે.

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ત્રીજું શક્તિ કા સન્માન છે – આ હેઠળ આંગણવાડી, આશા અને મધ્યાહ્ન ભોજન કામદારોની માસિક આવકમાં કેન્દ્ર સરકારનો ફાળો બમણો કરવામાં આવશે. ચોથું, અધિકાર મૈત્રી – આ અંતર્ગત મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને તેમની મદદ કરવા માટે દરેક પંચાયતમાં એક પેરાલીગલની નિમણૂક કરવામાં આવશે. પાંચમું, સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ – ભારત સરકાર જિલ્લા મુખ્યાલયમાં કામ કરતી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલનું નિર્માણ કરશે. દેશભરમાં આ છાત્રાલયોની સંખ્યા બમણી કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ