Congress Candidate List: કોંગ્રેસની 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાત માં આ સાત ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સિવાય આ યાદીમાં મોટા નેતાઓના પુત્રોને પણ ટિકિટ આપી છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સિવાય આ યાદીમાં મોટા નેતાઓના પુત્રોને પણ ટિકિટ આપી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Congress Candidate second List

Congress Candidate List | કોંગ્રેસ ઉમેદવારોની યાદી : કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ છે. જેમાં ગુજરાતના સાત ઉમેદવારના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટીની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે બીજી યાદીમાં મોટા નેતાઓના પુત્રોને પણ આપી ટિકિટ

આ યાદીમાં અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત, કમલનાથના પુત્ર નકુલનાથ અને તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈના નામ પણ છે.

43 ઉમેદવારોમાં જનરલ, ઓબીસી, એસસી-એસટી ઉમેદવાર કેટલા?

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, 43 ઉમેદવારોની આ યાદીમાં 10 ઉમેદવારો જનરલ કેટેગરીના, 13 ઓબીસી, 10 એસસી, 9 એસટી અને એક મુસ્લિમ છે.

કોંગ્રેસ ના ગુજરાત ના સાત ઉમેદવાર ના નામ જાહેર, કોણ કઈ બેઠક પર ચૂંટણી લડશે

કોંગ્રેસની 43 ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છ (SC) બેઠક નીતિશભાઈ લાલન, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમ (SC) બેઠક ભરત મકવાણા, પોરબંદરથી લલિતભાઈ વસોયા, બારડોલીથી (ST) સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડ (ST) બેઠક પર અનંતભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસ બીજી યાદી - 43 ઉમેદવારો, જુઓ યાદી

1 આસામ - કોકરાઝાર - ST ગર્જન મશહરી

2 આસામ- ધુબરી - રકીબુલ હુસૈન

3 આસામ - બારપેટા - દીપ બયાન

4 આસામ - દરરંગ - ઉદલગુરી માધબ રાજબંશી

5 આસામ 5 ગુવાહાટી - મીરા બર્થકુર ગોસ્વામી

6 આસામ 6 DIPHU - ST જોયરામ એંગલેંગ

7 આસામ 7 કરીમગંજ - હાફિઝ રશીદ અહેમદ ચૌધરી

8 આસામ 8 સિલ્ચર - SC સૂર્યા કાંતા સરકાર

9 આસામ 9 નાગાંવ - પ્રદ્યુત બોરદોલોઈ

10 આસામ 10 કાઝીરંગા - રોસેલિના ટિર્કી

11 આસામ 11 સોનીતપુર - પ્રેમ લાલ ગંજુ

12 આસામ 14 જોરહટ - ગૌરવ ગોગોઈ

13 ગુજરાત 1 કચ્છ - SC નીતિશભાઈ લાલન

14 ગુજરાત 2 બનાસકાંઠા - ગેનીબેન ઠાકોર

15 ગુજરાત 7 અમદાવાદ પૂર્વ - રોહન ગુપ્તા

16 ગુજરાત 8 અમદાવાદ પશ્ચિમ - SC ભરત મકવાણા

17 ગુજરાત 11 પોરબંદર - લલિતભાઈ વસોયા

18 ગુજરાત 23 બારડોલી - ST સિદ્ધાર્થ ચૌધરી

19 ગુજરાત 26 વલસાડ - ST અનંતભાઈ પટેલ

20 મધ્ય પ્રદેશ 2 BHIND - SC ફૂલ સિંહ બરૈયા

21 મધ્યપ્રદેશ 6 ટીકમગઢ - SC પંકજ અહિરવાર

22 મધ્યપ્રદેશ 9 સત્ના - સિદ્ધાર્થ કુશવાહા

23 મધ્યપ્રદેશ 11 સિદ્ધી - કમલેશ્વર પટેલ

24 મધ્ય પ્રદેશ 14 મંડલા - એસટી ઓમકાર સિંહ મરકામ

25 મધ્ય પ્રદેશ 16 છિંદવાડા - નકુલ નાથ

26 મધ્યપ્રદેશ 21 દેવાસ - એસસી રાજેન્દ્ર માલવિયા

27 મધ્યપ્રદેશ 25 DHAR - ST રાધેશ્યામ મુવેલ

28 મધ્યપ્રદેશ 27 ખરગોન - એસટી પોરલાલ ખરતે

29 મધ્યપ્રદેશ 29 બેતુલ - ST રામુ ટેકમ

30 રાજસ્થાન 2 બિકાનેર - SC ગોવિંદ રામ મેઘવાલ

31 રાજસ્થાન 3 ચુરુ - રાહુલ કાસવાન

32 રાજસ્થાન 4 ઝુંઝુનુ - બ્રિજેન્દ્ર ઓલા

33 રાજસ્થાન 8 અલવર - લલિત યાદવ

34 રાજસ્થાન 9 ભરતપુર - SC કુ. સંજના જાટવ

35 રાજસ્થાન 12 ટોંક - સવાઈ માધોપુર - હરીશ ચંદ્ર મીણા

36 રાજસ્થાન 16 જોધપુર - કરણસિંહ ઉચિયારડા

37 રાજસ્થાન 18 જાલોર - વૈભવ ગેહલોત

38 રાજસ્થાન 19 ઉદયપુર - ST તારાચંદ મીણા

39 રાજસ્થાન 21 ચિત્તોડગઢ - ઉદયલાલ અજાણા

40 ઉત્તરાખંડ 1 તેહરી ગઢવાલ - જોતસિંહ ગુંટસોલા

41 ઉત્તરાખંડ 2 ગઢવાલ - ગણેશ ગોડિયાલ

42 ઉત્તરાખંડ 3 અલ્મોરા - SC પ્રદીપ તમટા

43 દમણ અને દીવ 1 દમણ અને દિવ - કેતન ડાહ્યાભાઈ પટેલ

Advertisment
congress ગુજરાત ગુજરાતી ન્યૂઝ દેશ લોકસભા ચૂંટણી 2024