Sitaram Yechury Death : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીના એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર

Sitaram Yechury Passes Away : કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Sitaram Yechury Passes Away : કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sitaram Yechury passes away, Sitaram Yechury

Sitaram Yechury passes away : કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું

CPI(M) General Secretary Sitaram Yechury, સીતારામ યેચુરી નિધન : કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હીની એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીપીઆઈ(એમ)એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે એઈમ્સના આઈસીયુમાં સારવાર લઈ રહેલા 72 વર્ષીય સીતારામ યેચુરી એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. તેમને 17 ઓગસ્ટના રોજ એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisment

સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ મદ્રાસ (ચેન્નાઈ)માં તેલુગુ ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયજુલા યેચુરી આંધ્રપ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં ઇજનેર હતા. તેમની માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા.

સીતારામ યેચુરીને 2025માં સીપીએમના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા

પ્રકાશ કરાત બાદ 2015માં સીતારામ યેચુરીને સીપીએમના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તે પાર્ટીના દિગ્ગજ નેતા દિવંગત હરકિશન સિંહ સુરજીતના માર્ગદર્શન હેઠળ રાજકારણનું એબીસી શીખ્યા હતા. સીતારામ યેચુરી 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ)માં જોડાયા હતા અને બીજા જ વર્ષે પાર્ટીના સભ્ય બન્યા હતા. થોડા મહિના પછી કટોકટી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisment

આ પણ વાંચો - ‘રાહુલ ગાંધીને પણ ઈન્દિરા જેવા જ ભાવિનો સામનો કરવો પડશે, કોણે કહ્યું આવુું

સીતારામ યેચુરીએ પોતાની કુશળતાને ત્યારે નીખારી જ્યારે ડાબેરીઓએ પ્રથમ યુપીએ સરકારને ટેકો આપ્યો હતો અને નીતિ નિર્માણમાં ઘણીવાર કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર પર દબાણ કર્યું હતું.

સીતારામ યેચુરી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) ના મહાસચિવ હતા. તેઓ 1992 થી CPI(M) ના પોલિત બ્યુરોના સભ્ય પણ હતા. યેચુરી 2005 થી 2017 સુધી પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સાંસદ હતા. યેચુરી 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)માં જોડાયા અને એક વર્ષ પછી તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયામાં જોડાયા હતા.

india દેશ