/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Cruel-violent-Wife-Bijnor-UP.jpg)
યુપીના બિજનોરમાં ક્રૂર હિંસક પત્ની સામે કેસ
Cruel, violent Wife Bijnor UP : ઉત્તર પ્રદેશના બિજનૌરથી પત્નીની ક્રૂરતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિરયાની, બિયર, ગુટખા અને સિગારેટ… પ્રેમિકામાંથી પત્ની બનેલી છોકરીને આ બધી વસ્તુઓની એટલી લત લાગી ગઈ કે, તે હિંસક બનવા લાગી. જો તેનો પતિ તેને બિરયાની, બિયર, સિગારેટ અને ગુટખા ન લાવી આપે તો તે તેને ઘરની દિવાલોમાં ટોર્ચર કરતી. એટલું જ નહીં તેણી તેના પતિને દહેજ, હિંસા અને ઉત્પીડનના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. પીડિતાના પતિને લાગતું હતું કે, તે થોડા દિવસોમાં તે સુધરી જશે, પરંતુ સમય જતાં તેણે ત્રાસની હદ વટાવી દીધી.
CCTV કેમેરાએ આ રહસ્ય ખોલ્યું
પતિ જાણતો હતો કે, તેની વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે, તેથી તેણે ગુપ્ત રીતે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. પત્નીનું આ ક્રૂર કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ ઘટના યુપીના બિજનૌરની છે. હાલ પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવો અમે તમને આ ત્રાસ પાછળની કહાની વિશે જણાવીએ, જેના વિશે જાણી તમે માથું ખંજવાળશો.
મેહરે ગર્લફ્રેન્ડમાંથી પત્ની બનવા પણ ષડયંત્ર રચ્યું હતું
પોતાના પતિને હેરાન કરનારી મહિલાનું નામ મેહર જહાં છે, પરંતુ તેનું કૃત્ય તેના નામથી બિલકુલ વિરુદ્ધ છે. રિપોર્ટ અનુસાર, મેહર પત્ની બનતા પહેલા મનન ઝૈદીની ગર્લફ્રેન્ડ હતી. તેણે ઝૈદી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે લગ્નનું વચન આપીને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી પંચાયત થઈ અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી, મેહરના આગ્રહ પર, ઝૈદીએ ભાડે રૂમ લીધો અને પરિવારથી અલગ રહેવાનું શરૂ કર્યું.
હવે લગ્ન પછી બીજા દરેક છોકરાની જેમ ઝૈદીને પણ લાગતું હતું કે, હવે તેનું જીવન સેટલ થઈ જશે. તે તેની પત્ની સાથે ખુશીથી જીવશે. જોકે, લગ્ન પહેલા ઝૈદીને ખબર નહોતી કે મેહરને બિયર અને બિરયાનીની લત હતી. ધીરે ધીરે વ્યસન હિંસામાં પરિવર્તન થવા લાગ્યું. બિરયાની અને બિયર ન મળતાં તેણે પતિ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ પછી મામલો મારામારી સુધી પહોંચી જતો હતો.
મેહરની ક્રૂરતા દિનપ્રતિદિન વધતી ગઈ
ઝૈદીએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહેરની માંગ દિવસેને દિવસે વધી રહી હતી. જ્યારે તેની માંગણીઓ પૂરી ન થાય ત્યારે તે હિંસક બની જતી. તેણીએ તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. તેણીએ તેને દૂધમાં ભેળવીને નશાની ગોળીઓ આપવાનું શરૂ કર્યું. નશાની અસર થઈ જાય બાદ તે તેના હાથ-પગ બાંધી દેતી અને તેની છાતી પર બેસીને છરી વડે કટ મારતી, તેણે પ્રાઈવેટ પાર્ટ કાપવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં, તે સળગતી સિગારેટથી તેના નાજુક શરીરના અંગો પર ડામ આપતી હતી. આ વખતે પણ એવું જ થયું. જ્યારે તેની માંગ પૂરી ન થઈ ત્યારે મેહર હિંસક બની ગઈ અને તેણે તેના પતિ સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. હવે પતિએ સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધાવી છે. ઘરની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા. જે બાદ સિહોરા પોલીસે તેની ધરપકડ કરી હતી.
વિડિયો જોઈ ભલ ભલાના રૂવાંડા ઉભા થઈ જાય
વીડિયોમાં મેહર તેના પતિને સળગતી સિગારેટથી ડામ આપતી જોઈ શકાય છે. તેણી તેના શરીર પર હુમલો કરી રહી છે. તે તેના હાથ-પગ બાંધીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ પણ કરતી જોવા મળે છે. ઝૈદીએ અગાઉ પણ તેની પત્ની પર તેના હાથ-પગ બાંધીને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તે સમયે તેની પાસે પુરાવા નહોતા. હાલ મહિલા વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, વીડિયો હિંસક છે, તેથી અમે તેને પોસ્ટ કરી શકતા નથી.
આ પણ વાંચો - રાજકોટના યુવકના મૃત્યુના થોડા દિવસ બાદ તેના મિત્રનું પણ પોલીસના ત્રાસથી મોત
સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે, આ ઘટના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. લોકો ઝૈદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. અને કહી રહ્યા છે કે, 'આવી પત્ની વિશે તમારો શું અભિપ્રાય છે?'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us