Cyber Crime : પુણે સિટી પોલીસે ગુજરાતમાંથી એક 19 વર્ષીય વિદ્યાર્થીની, એક સગીર છોકરીનો નગ્ન વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવા બદલ ધરપકડ કરી છે.
16 વર્ષીય પીડિતાએ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર નોંધાવી હતી. FIR મુજબ, આરોપીએ જુલાઈ 2023 માં સ્નેપચેટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા યુવતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર ચેટ પણ કરી હતી.
તેણીની ફરિયાદમાં, યુવતીએ આરોપ મૂક્યો છે કે, આરોપીએ તેણીને સોશિયલ મીડિયા પર તેમની ચેટ પ્રસારિત કરવાની ધમકી આપીને નગ્ન વીડિયો અને ચિત્રો મોકલવા માટે “બ્લેકમેલ” કરી હતી. જ્યારે તેણીએ તેનું પાલન કર્યું, ત્યારે તેણે પીડિતા પાસેથી આવા વધુ વીડિયો અને ફોટોની માંગ કરી.
આખરે, પીડિતાએ તેની સાથે ચેટ કરવાનું બંધ કરી દીધું પરંતુ, યુવકે તેની ક્લિપ્સ અને તસવીરો તેના મિત્રોમાં ફરતી કરી દીધી, જેના પગલે તેણે પોલીસનો સંપર્ક કર્યો.
કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, પોલીસે ટેકનિકલ તપાસ દ્વારા આરોપીની ઓળખ કરી અને તપાસના ભાગરૂપે તેને પુણે બોલાવ્યો. પીડિતાએ નોંધાવેલી ફરિયાદની ચકાસણી કર્યા બાદ અમે આરોપીની ધરપકડ કરી છે. તે ગુજરાતનો વિદ્યાર્થી છે. વધુ તપાસ ચાલુ છે.”
પોલીસે જણાવ્યું કે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 507 અને 500 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ક્રાઈમ કહાની: વિદ્યાર્થીનીએ પોતાના જ અપહરણની રચી નકલી કહાની, પિતા પાસે માંગી 30 લાખ ખંડણી, હજુ લાપતા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી દગો મેળવાની અને છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તાજેતરમાં જ એક વડોદરાના વેપારીએ સોશિયલ મીડિયા પર મહિલાના સંપર્કમાં આવી લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે યુવાન યુવક યુવતીઓએ પર્સનલ વસ્તુ કોઈને સોશિયલ મીડિયા પર શેર કરતા સમયે સાવધાની રાખવી ખુબ જરૂરી બની ગઈ છે.





