/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Cyclone-Ditwah.jpg)
Cyclone Ditwah Updates : ચક્રવાત 'દિત્વા'એ શ્રીલંકામાં કહેર મચાવ્યા પછી ભારતના તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે (એએનઆઈ વીડિયો ગ્રેબ)
Cyclone Ditwah LIVE Tracker Updates : ચક્રવાત 'દિત્વા'એ શ્રીલંકામાં કહેર મચાવ્યા પછી ભારતના તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત દિત્વાના કારણે શ્રીલંકામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયા છે અને 130 લોકો ગુમ છે. આ વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી છે અને તેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટના સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ ચેતવણી આપી છે કે આ ચક્રવાત રવિવારે ભારતમાં ત્રાટકી શકે છે અને થોડી વધુ તીવ્ર બની શકે છે.
હવામાન વિભાગે 29 અને 30 નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી તમિલનાડુ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવનાને કારણે કુડ્ડાલોર, મયિલાદુથુરાઇ, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં થયેલા વિનાશ પર સંવેદના વ્યક્ત કરી છે. ભારત તરફથી આવશ્યક ખાદ્ય અને રાહત સામગ્રી મોકલવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ વધુ સહાયનું વચન આપ્યું છે.
તમિલનાડુના અનેક જિલ્લાઓમાં કુલ 54 ફ્લાઇટ્સ રદ
ખરાબ હવામાનને કારણે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં કુલ 54 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ પણ આ મામલે એક એડવાઈઝરી જારી કરી છે અને કહ્યું છે કે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. ચક્રવાત 'દિત્વા'ને કારણે શનિવારે કાવેરી ડેલ્ટાના દરિયાકાંઠાના વિસ્તારો અને જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો - અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કહ્યું – હું કોંગ્રેસ તોડીને અલગ ગ્રુપ બનાવવા માંગુ છું
રામનાથપુરમ અને નાગપટ્ટિનમ જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. સતત વરસાદ અને ભારે પવનને કારણે રામેશ્વરમમાં બીજા દિવસે પણ સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 28 જેટલી રિસ્પોન્સ ટીમો એલર્ટ મોડ પર છે.
#WATCH | Tamil Nadu: Due to continuous rainfall in Thoothukudi district, excess water from the city and suburban areas flow toward the Port Trust coastal zone and mix with the sea. The sea has been experiencing unusual turbulence. Due to intensified sea activity, marine algae and… pic.twitter.com/TVjZWOzGvc
— ANI (@ANI) November 29, 2025
એક અધિકારીએ જણાવ્યું હતું કે નાગપટ્ટિનમમાં ભારે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રામચંદ્રને જણાવ્યું હતું કે ચક્રવાત 'દિત્વા'ને પગલે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.
વાયુસેના અને કોસ્ટગાર્ડ પણ એલર્ટ પર
તેમણે કહ્યું કે એસડીઆરએફ અને NDRF સહિત લગભગ 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડબાય પર છે. અમે અન્ય રાજ્યોમાંથી હવાઈ માર્ગે વધુ 10 ટીમો લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. વાયુસેના અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતીકાલે મોનિટરિંગ ટીમો જિલ્લામાં મોકલવામાં આવશે.
રામચંદ્રને કહ્યું કે 16 પ્રાણીઓના મોત થયા છે અને 24 ઝૂંપડપટ્ટીને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે હાલ વરસાદને કારણે કોઈ મોટી અસર થઈ નથી, પરંતુ રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને બચાવ અને રાહત કામગીરી માટે ઘણી ટીમો તૈયાર છે. સરકારે લગભગ 6,000 રાહત શિબિરો સ્થાપી છે.
સત્તાવાળાઓએ ભારે પવન અને ભારે વરસાદની ચેતવણી આપતા લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. પ્રવાસીઓને સાવચેતીના પગલા તરીકે પંબન ટાપુના દક્ષિણ-પૂર્વ છેડા નજીક ધનુષકોડીની મુલાકાત ટાળવાની સલાહ આપવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us