/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Cyclone-Ditwah-Live-Update.jpg)
Cyclone Ditwah Live Update : ચક્રવાત દિત્વા હવે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. (Photo: IMD/ Freepik)
Cyclone Ditwah Update In Gujarati : દિત્વા ચકવાત શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે ભારત તરફ આવી રહ્યું છે. ચક્રવાતના કારણે તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં એલર્ટ જાહેર કર્યું છે . સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું શનિવારે બપોરે શ્રીલંકા માંથી પસાર થઇ ગયું હતું, જેમાં ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા હતા અને 191 લોકો લાપતા હતા.
ચક્રવાત દિત્વા નામ કેવી રીતે પડ્યું?
હવે ચક્રવાત દિત્વાના નામની વાત કરીએ તો તેનો અર્થ થાય છે 'લૈગૂન'. આ નામ યમન દ્વારા ચક્રવાત નામકરણ પ્રણાલી હેઠળ સૂચવવામાં આવ્યું હતું. આ નામ યમનના સોકોત્રા ટાપુ પર સ્થિત ડેટવા લૈગૂન પરથી ઉતરી આવ્યું છે. આ સ્થળ તેની દુર્લભ અને આકર્ષક દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ માટે જાણીતું છે.
- Nov 30, 2025 12:41 IST
શાળાની દિવાલ ધસી પડી
શાળાની દિવાલ તૂટી પડી
ચક્રવાત દિત્વાની અસરે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તંજાવુરની મિશન મેટ્ટૂ સ્ટ્રીટ સ્થિત બ્લેક હાયર સેકન્ડર શાળાના પરિસરની દિવાસ ધસી ગઇ હતી.
- Nov 30, 2025 12:40 IST
માછીમારોને દરિયા ન જવા સૂચના
ચક્રવાત દિત્વાના કારણે દરિયામાં કરંટ છે અને ઉંચા મોજા ઉછર રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયામાં માછલી પકડવા ન જવા સૂચના આપી છે. IMD મુજબ ચક્રવાત દિત્વા આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તમિલનાડુ પોંડુચેરીના દરિયા કિનારની સમાંતર ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે. ઉત્તર તરફ આગળ વધતું વાવાઝોડું દિત્વા આજે 30 નવેમ્બરે બપોર બાદ કે સાંજે તમિલનાડુ પોંડુચેરીના દરિયા કિનારે ઓછામાં ઓછા 70 કિમી અને 30 કિમી દૂર પર બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે.
- Nov 30, 2025 12:37 IST
ચક્રવાત દિત્વા હાલ ક્યાં છે?
ચક્રવાત દિત્વા તમિલનાડુના દરિયા કિનારથી 50 કિલોમીટર દૂર, બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે અને સાંજ સુધી નજીક પહોંચી જશે. અલબત્ત, હવાની ગતિ સવારે 90 કિમી પ્રતિ કલાક થી ઘટીને 55 - 65 કિમી પ્રતિ કલાક થવાની સંભાવના છે.
- Nov 30, 2025 12:35 IST
તમિલનાડુમાં ભારે વરસાદથી 3 લોકોના મોત
તમિલનાડુના મંત્રી કેકે એસએસઆર રામચંદ્રને ચક્રવાત દિત્વા વિશે કહ્યું કે, તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોત થયા છે.
- Nov 30, 2025 08:35 IST
ચક્રવાત દિત્વા નામ કેવી રીતે પડ્યું?
હવે ચક્રવાત દિત્વાના નામની વાત કરીએ તો તેનો અર્થ થાય છે 'લૈગૂન'. આ નામ યમન દ્વારા ચક્રવાત નામકરણ પ્રણાલી હેઠળ સૂચવવામાં આવ્યું હતું. આ નામ યમનના સોકોત્રા ટાપુ પર સ્થિત ડેટવા લૈગૂન પરથી ઉતરી આવ્યું છે. આ સ્થળ તેની દુર્લભ અને આકર્ષક દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ માટે જાણીતું છે.
- Nov 30, 2025 08:34 IST
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તામિલનાડુના પુડુચેરી અને કરાઇકલ અને કુડ્ડાલોર, નાગપટ્ટિનમ, મયિલદુથુરાઇ, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે.
- Nov 30, 2025 08:33 IST
પુડુચેરીમાં ભારે વરસાદ
વાવાઝોડા દિત્વાની અસર વધુ તીવ્ર બનતાં પુડુચેરીના દરિયા કિનારે ઊંચા મોજાં ઉછળ્યા હતા, ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું આજે દરિયાકાંઠે ત્રાટકશે.
- Nov 30, 2025 08:33 IST
ચક્રવાત દિઠવા હાલ ક્યાં છે?
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શ્રીલંકામાં તબાહી મચાવનાર ચક્રવાત દિત્વાહ છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને રવિવાર સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે.
- Nov 30, 2025 08:32 IST
ચેન્નઈ એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સ રદ
ચેન્નાઈ અને નજીકના દરિયાકાંઠાના શહેરોએ સાવચેતીના પગલા વધારી દીધા છે. ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવારે 47 ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી.
- Nov 30, 2025 08:31 IST
ચક્રવાત દિત્વા 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ આવી રહ્યું છે
હવામાન વિભાગે 30 નવેમ્બરના રોજ સવારે 2.55 વાગ્યે ચક્રવાત દિતવાહ અંગે અપડેટ આપ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને શનિવાર, 29 નવેમ્બરના રોજ રાત્રે 11.30 વાગ્યા સુધી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીની નજીક કેન્દ્રિત હતું.
- Nov 30, 2025 08:30 IST
ચક્રવાત દિત્વા શ્રીલંકા બાદ ભારતના દરિયા કિનારે તબાહી મચાવશે
દિત્વા ચકવાત શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે ભારત તરફ આવી રહ્યું છે. ચક્રવાત તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ માહિતી આપી છે કે વાવાઝોડું આજે દરિયાકાંઠે ત્રાટકશે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું શનિવારે બપોરે શ્રીલંકા માંથી પસાર થઇ ગયું હતું, જેમાં ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા હતા અને 191 લોકો લાપતા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us