Today News Live Update In Gujarati : ચક્રવાત દિત્વાથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના દરિયાના કિનારે ભારે નુકસાન થયું છે. દિત્વા ચક્રવાતના કારણે તમિલનાડુમાં અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. પોંડુચેરી આજે તમામ શાળામાં રજા રહેશે. દક્ષિણ પશ્ચિમ બંગાળ ખાડીમાં ચક્રવાત દિત્વા રવિવારે મોડી રાતે વોવાઝોડું નબળું પડ્યું અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયુ હતું. ચેન્નઇ સ્થિત સ્થાનિક હવામાન વિભાગના મતે સોમવારે સુવારે આ સાયક્લોન સિસ્ટમ ઉત્તર તમિનલાડુ પોંડુચેરી થી લગભગ 20 કિમી દૂર હશે અને ધીમે ધીમે આગળ વધેસ. તમિલનાડુ, આંધ્રદેશ અને પોંડુચેરીમાં ચક્રવાતથી ભારે નુકસાન થયું છે.
LPG સિલિન્ડર સસ્તો થયો, ઓઈલ માર્કેટિંગ કંપનીએ ભાવ ઘટાડ્યા
ડિસેમ્બર મહિનાના પ્રથમ દિવસે સામાન્ય વર્ગ માટે રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 10 રૂપિયા ઘટાડીને 1580 રૂપિયા કરી છે, જે અગાઉ 1590 રૂપિયા હતી. જો કે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરાયો નથી.
સંસદ શિયાળુ સત્ર આજથી શરૂ, સરકાર 10 બિલ રજૂ થશે
સંસદનું શિયાળુ સત્ર આજે એટલે કે 1 ડિસેમ્બરથી શરૂ થયું છે, જે 19 ડિસેમ્બર સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ સંસદનું શિયાળુ સત્ર બહુ જ તોફાની હોઈ શકે છે. વિપક્ષ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મક્કમ છે, જ્યારે સરકાર વાતચીતની વાત કરી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો અવરોધ ન ઉભો કરવાની અપીલ કરતી પણ જોવા મળી રહી છે.





