Dangerous Animals Eat Mate After Mating : દુનિયા અજાયબીઓથી ભરેલી છે. ધરતી પર અને દરિયાની અંદર લાખો કરોડોની સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો રહે છે. દરેક સજીવ વિશિષ્ટ દેખાવ અને ખાસિયત ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક પ્રાણીઓ એવા હોય છે જે પ્રેમના સુખદ અનુભવ પછી તરત જ તેમના જીવનસાથીને મારી નાખે છે. અહીં અમે તમને એક એવા સાપ વિશે જણાવીશું જે સંબંધ બનાવ્યા બાદ પોતાના પાર્ટનરને ખાઇ જાય છે. તેમજ અહીં 7 સજીવો વિશે પણ જાણકારી આપી છે, જે યૌન નરભક્ષી કરે છે.
ગ્રીન એનાકોન્ડા : Green Anaconda

ગ્રીન એનાકોન્ડા બહુ ખતરનાક હોય છે. માદા ગ્રીન એનાકોન્ડા (Eunectes murinus) સંબંધ બનાવ્યા બાદ નર એનાકોન્ડાને ખાઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે માદા ગર્ભાવસ્થા માટે જરૂરી વધારાના પોષક તત્વો માટે આમ કરે છે.
લીલા અને સોનેરી રંગના દેડકાઓ : Green And Golden Bell Frog

લીલા અને સોનેરી રંગના માદા દેડકા (Litoria aurea) સંબંધ બાંધ્યા પછી નરને ખાવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખતે વિડિયોમાં કેદ થયેલી આ વર્તણૂક સૂચવે છે કે આ પ્રજાતિમાં જાતીય નરભક્ષીપણું થઈ શકે છે, જો કે તે ભાગ્યે જ જોવા મળે છે.
રેડબેક કરોળિયા : Redback Spider

માદા રેડબેક કરોળિયા પણ જાતીય નરભક્ષીપણું કરે છે. નર ઘણીવાર સંબંધ બાંધતી વખતે માદાના મોઢાના અવયવોમાં એક્રોબેટિક્સ કરે છે. આમ કરવાથી માદાને તે ખાવામાં સરળતા રહે છે.
વાદળી લીટીવાળા ઓક્ટોપસ : Blue Lined Octopus

વાદળી લીટીવાળા ઓક્ટોપસ પણ જાતીય નરભક્ષીપણું કરે છે. આનાથી બચવા માટે, નર બ્લુ લાઇન્ડ ઓક્ટોપસ (લિટોરિયા ઓરિયા) સંબંધ બાંધવા દરમિયાન નરભક્ષી માદાઓને ટાળવા માટે માદામાં શક્તિશાળી ન્યુરોટોક્સિન, ટેટ્રોડોટોક્સિન ઇન્જેક્ટ કરે છે. જેના કારણે માદા અસ્થાયી રૂપે લકવાગ્રસ્ત થઈ જાય છે.
નર્સરી વેબ સ્પાઇડર : Nursery Web spiders

નર્સરી વેબ સ્પાઇડર કરોળિયાની એક પ્રજાતિ છે. આ પ્રજાતિમાં પણ માદા નરને ઘણી વાર ખાય છે. તેથી, સંબંધ દરમિયાન, નર માદાના પગને રેશમથી લપેટે છે જેથી તે સ્થિર બને. આનાથી નરભક્ષીપણાની શક્યતા ઘટી જાય છે.
ક્રેબ સ્પાઇડર : Crab Spiders

કરચલા સ્પાઇડર નામના કરોળિયામાં સમાગમની મોસમમાં માદાઓની આક્રમકતા વધી જાય છે. ત્યારે તે વૃદ્ધ નર કરોળિયાને માદા કરોળિયા ખાય છે. ક્રેબ સ્પાઇડરમાં ઘણી વખત જાતીય નરભક્ષીપણું જોવા મળે છે.
બ્લેક વિંડો સ્પાઈડર : Black Widow Spider

ઉત્તર અમેરિકામાં જોવા મળતી બ્લેક વિડો સ્પાઇડર પ્રજાતિના કરોળિયામાં નરભક્ષીપણું જોવા મળે છે. પરંતુ યૌન નરભક્ષણ કુદરતી પરિસ્થિતિઓમાં દુર્લભ છે અને પ્રયોગશાળાની પરિસ્થિતિઓમાં તે વધુ સામાન્ય રીતે જોવા મળે છે.
પ્રેઇંગ મેન્ટીસ : Praying Mantis

તીતીઘોડો મોટાભાગે ચોમાસામાં જોવા મળે છે. દુનિયાભરમાં તીતીઘોડોની વિવિધ પ્રકારની પ્રજાતિઓ છે. જેમાં પ્રેઇંગ મેન્ટીસ પ્રજાતિના તીતીઘોડા સૌથી વધુ ખતરનાક હોય છે. પ્રેઇંગ મેન્ટીસ માદા સંબંધ બાંધતી વખતે કે ત્યાર બાદ નર તીતીઘોડાને ખાઈ જાય છે, આ ક્રિયા વધારાના પોષક તત્વો પ્રદાન કરીને સ્ત્રીઓની પ્રજનન ક્ષમતામાં વધારો કરી શકે છે.





