કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જે અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ડીએમાં વૃદ્ધિની ગણતરી 1 જુલાઈથી કરવામાં આવશે અને પગારની સાથે આપવામાં આવશે. DOEઑફિસ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અંગેની કેટલીક ખાસ બાબતો છે.

નોંધનીય છે કે, 28 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓના (government employees) મોંઘવારી ભથ્થામાં ((dearness allowance) 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે આથી હાલના 34 ટકાથી વધીને હવે 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. ડીએમાં વૃદ્ધિ થવાથી કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં પગાર પણ વધીન આવશે. જાણો ક્યારે અને કેટલા રૂપિયા આવશે.
DAમાં વૃદ્ધિ અંગેની 5 મુખ્ય બાબતોઃ-
- કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2022ના રોજથી 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યો છે.
- સાતમા પગાર હેઠળ, ભથ્થાની ગણતરી કર્મચારીઓને મૂળ પગાર પર કરવામાં આવે છે, ડીએ પણ તેના આધારે ગણવામાં આવશે.
- FR9(21) હેઠળના પગાર હેઠળ મોંઘવારી ભથ્થું ગણવામાં આવશે નહીં.
- DoE એ નોટિફિકેશનમાં કહ્યું છે કે જો મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અથવા તેનાથી વધારે DAની ગણતરી આવે છે, તો તેને 1 રૂપિયામાં ગણવામાં આવશે અને જો 50 પૈસાથી ઓછું આવે છે તો તેને 50 પૈસાથી ઓછું જોવામાં આવશે.
- નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સંશોધિત ડીએ દર સુરક્ષા સેવાઓના અનુમાનોમાંથી ચૂકવવામાં આવતા નાગરિક કર્મચારીઓને પણ લાગુ પડશે. તેમાં વધુમાં જણાવાયું છે કે રેલ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા તેમના સૈનિક દળોના કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓ માટે અલગ-અલગ આદેશો જારી કરવામાં આવશે.
DAના કેટલા પૈસા અને ક્યારે આવશેઃ-
ડીએના પૈસા ક્યારે મોકલવામાં આવશે તે અંગે સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી, પરંતુ નોટિફિકેશન જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ડીએના પૈસા સરકારી કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો હાલ 7માં પગાર પંચ (7th Pay Commission) અનુસાર કોઇ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને કેબિનેટ કેબિનેટ સચિવના સ્તરે કોઇનો પગાર 56900 રૂપિયા છે, તો 38 ટકાના હિસાબે DAમાં કુલ 6840 રૂપિયાનો વધારો થશે. એટલે કે કર્મચારીઓના ડીએમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે.