Important Day And Festival In December 2024: ડિસેમ્બર 2024 વર્ષનો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર મહિનામાં વિશ્વ એઇડ્સ દિવસ, ભારતીય નેવી દિવસ, માનવ અધિકાર દિવસ, વિજય દિવસ, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અને નાતાલ ક્રિસમસ જેવા મહત્વ તહેવાર અને દિવસ ઉજવાય છે. આ ખાસ તહેવાર અને દિવસની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર અને દિવસની ઉજવણી માટે એડવાન્સ તૈયારી કરી શકાય તે માટે અહીં ડિસેમ્બર મહિનામાં ઉજવાતા દિવસ અને તહેવારોની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. જુઓ ડિસેમ્બર 2024માં ઉજવાતા ખાસ દિવસ અને તહેવારોની સંપૂર્ણ યાદી
World Aids Day 2024 : વિશ્વ એઈડ્સ દિવસ 2024
વિશ્વ એઈડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે દુનિયાભરમાં ઉજવાય છે. જીવલેણ ચેપી બીમારી વિશે જાગૃતિ ફેલાવવા અને સંક્રમિત લોકો પ્રતિ સામાજીત જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે.
Vijay Diwas 2024 : વિજય દિવસ 2024
વિજય દિવસ વર્ષ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં ભારતન જીતની યાદમાં ઉજવાય છે. આ યુદ્ધ બાદ જ પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાગ્લાદેશ પશ્ચિમ પાકિસ્તાનથી છુટું પડ્યું અને અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો. આ દિવસ પર યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.
Christmas Day 2024 : નાતાલ, ક્રિસમસ દિવસ 2024
નાતાલ એટલે ક્રિસમસ દિવસ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવાય છે. આ તારીખે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. દુનિયામાં ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં 25 ડિસેમ્બરથી 7 દિવસનું ન્યુ યર સેલિબ્રેશન શરૂ થાય છે.
December 2024 Important Days And Festival List : ડિસેમ્બર 2024 ના ખાસ દિવસ અને તહેવારની યાદી
તારીખ ખાસ દિવસ અને તહેવાર 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ 5 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ, વિશ્વ માટી દિવસ 6 ડિસેમ્બર ડો. ભીમરાવ આંબેડકર પુણ્યતિથિ, નેશનલ માઇક્રોવેવ ઓવન ડે 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 8 ડિસેમ્બર બોધી દિવસ 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, યુનિસેફ ડે 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ 13 ડિસેમ્બર રાષ્ટ્રીય અશ્વ દિવસ 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ 16 ડિસેમ્બર વિજય દિવસ 18 ડિસેમ્બર ભારતમાં લઘુમતી અધિકાર દિવસ, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 21 ડિસેમ્બર બ્લુ ક્રિસમસ 21 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સાડી દિવસ 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ 23 ડિસેમ્બર ખેડૂત દિવસ 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બર DMRC સ્થાપના દિન 25 ડિસેમ્બર નાતાલ, ક્રિસમસ તહેવાર, પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મદિન, ગુડ ગવર્નન્સ ડે (ભારત) 26 ડિસેમ્બર વીર બાલ દિવસ, બોક્સિંગ ડે 27 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ 28 ડિસેમ્બર રતન ટાટાનો જન્મદિવસ 29 ડિસેમ્બર આંતરરાષ્ટ્રિય સેલો દિવસ 31 ડિસેમ્બર નવા વર્ષની પૂર્વ સંધ્યા 





