દેખાવ જોઈ લોકો વાંદરો-પાગલ કહેતા…, દિપ્તીએ સમુદ્ર પાર ગોલ્ડ મેડલ જીતી આપ્યો બધાને જવાબ

Deepthi Jeevanji Gold Medal : દીપ્તિ જીવનજી નો જન્મ થયો ત્યારબાદ તેના પિતાને લોકો કહેતા આને અનાથ આશ્રમમાં મોકલી દો, આજે એ પુત્રીએ વર્લ્ડ એથ્લેટિક પેરા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી પરિવાર અને ભારતનું ગૌરવ વધાર્યું.

Written by Kiran Mehta
May 21, 2024 15:50 IST
દેખાવ જોઈ લોકો વાંદરો-પાગલ કહેતા…, દિપ્તીએ સમુદ્ર પાર ગોલ્ડ મેડલ જીતી આપ્યો બધાને જવાબ
દીપ્તિ જીવનજી એ વર્લ્ડ એથ્લેટિક પેરા ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય એથ્લેટ દીપ્તિ જીવનજીએ સોમવારે વર્લ્ડ એથ્લેટિક પેરા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ગેમ્સની ટ્રેક ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આજે દીપ્તિએ દેશને ગૌરવ અપાવ્યું છે પરંતુ, જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના પિતાને તેમની પુત્રીને અનાથાશ્રમમાં મોકલવાની સલાહ આપવામાં આવી હતી. તેમની દીકરીના દેખાવને લઈને ટોણા પણ મારવામાં આવતા હતા પરંતુ માતા-પિતાને દુનિયાની પરવા નહોતી અને આજે તેમની દીકરી વર્લ્ડ ચેમ્પિયન છે.

દીપ્તિને અનાથાશ્રમમાં છોડી દેવાની સલાહ આપવામાં આવી હતી

દીપ્તિ પરિવારની પ્રથમ સંતાન હતી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, જ્યારે તેણીનો જન્મ થયો ત્યારે માતા-પિતાને ખબર પડી કે, તેમની પુત્રી માનસિક રીતે નબળી છે. જન્મ સમયે, દીપ્તિની પુત્રીનું માથું ખૂબ નાનું હતું અને તેના હોઠ અને નાક સામાન્ય નહોતા. દીપ્તિને જોઈને લોકો તેને વાંદરો અને પાગલ પણ કહી દેતા. દીપ્તિના પરિવારને તેમની દીકરીને અનાથાશ્રમમાં મોકલવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ, દીપ્તિના પિતાએ એવું કંઈ કર્યું નહીં.

પિતા રોજના 100 થી 150 રૂપિયા કમાય છે

દીપ્તિનું બાળપણ ખુબ ગરીબીમાં વીત્યું હતું. દિપ્તીના દાદાના અવસાન બાદ પરિવારને જમીન વેચવી પડી હતી. આ પછી પિતા રોજના 100 થી 150 રૂપિયા કમાતા હતા. દીપ્તિની માતા અને બહેન પણ પરિવાર ચલાવવા માટે કામ કરતા હતા. તે મોટી થઈ ગઈ હોવા છતાં, ગામલોકો દીપ્તિને સતત ટોણા મારતા હતા. દીપ્તિ આ બધી બાબતો પર ધ્યાન ન આપે તે માટે પરિવારના સભ્યો સતત પ્રયાસ કરતા હતા.

દીપ્તિની પ્રતિભાને સૌપ્રથમ પીટી કોચ બિયાની વેંકટેશ્વરપુએ ઓળખી હતી. ગ્રામીણ વિકાસ ફાઉન્ડેશન હેઠળ, તેમણે ગામમાં દીપ્તિની પ્રતિભાને ઓળખી. દીપ્તિને તાલીમ આપવા માટે ખાસ કોચની જરૂર હતી. તેને આ કોચ હૈદરાબાદના SAI સેન્ટરમાં મળ્યો. દીપ્તિના પરિવાર પાસે દીકરીને હૈદરાબાદ મોકલવાના પૈસા પણ નહોતા. જો કે, એન રમેશે પરિવારને સાંત્વના આપી અને દીપ્તિની જવાબદારી તેમણે લીધી. SAI સેન્ટરમાં, દીપ્તિને તેના સ્તરે જઈ રેસ અને તેના નિયમો સમજાવવામાં આવ્યા.

ગોપીચંદે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી

દીપ્તિની કારકિર્દીમાં આગળનો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ ગોપીચંદે તેણીને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી જોઈ. તેણે રમેશને દીપ્તિને સિકંદરાબાદ મોકલવાની સલાહ આપી, જ્યાં દીપ્તિ જેવી રમતવીરોને ખાસ તાલીમ આપવામાં આવે છે. ગોપીચંદના મૈતા ફાઉન્ડેશનની મદદથી દીપ્તિએ આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયારી શરૂ કરી. દીપ્તિના કોચનું કહેવું છે કે, આ ખેલાડી ખૂબ જ શાંત રહે છે. થાક વિશે ક્યારેય ફરિયાદ કરશે નહીં. કોચની દરેક વાત સમજી માને છે.

આ પણ વાંચો – ભારતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે? શું છે તેની વિશેષતા? રસપ્રદ તથ્યો અને જાણી-અજાણી વાતો

દીપ્તિ પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવાની દાવેદાર છે

જાપાનના કોબેમાં દીપ્તિએ દરેકની મહેનતને સોનામાં બદલી નાખી. તેણીના ઐતિહાસિક અભિનયથી, તેના દેખાવ અને માનસિક નબળાઇ પર નિર્ણાયક (કોમેન્ટ) કરતા દરેકને ચૂપ કરી દીધા. દીપ્તિ પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને દેશને રમતના સૌથી મોટા મંચ પર તેની પાસેથી ગોલ્ડની અપેક્ષા હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ