દિલ્હી: કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયા, 2 છોકરીઓના મોત, 2 હજુ ફસાયાની આશંકા, બચાવ કાર્ય ચાલુ

Delhi Rain Accident : દિલ્હી માં ભારે વરસાદ બાદ કોઈ ગટર કે નાળાની પાઈપ ફાટતા કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ ગયા, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીનીના મોત થયા છે, જ્યારે બે હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. રેસક્યુ ઓપરેશન ચાલુ.

Delhi Rain Accident : દિલ્હી માં ભારે વરસાદ બાદ કોઈ ગટર કે નાળાની પાઈપ ફાટતા કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ ગયા, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીનીના મોત થયા છે, જ્યારે બે હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. રેસક્યુ ઓપરેશન ચાલુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Delhi Rain Accident

દિલ્હી વરસાદ બાદ અકસ્માત

Delhi Rain Accident : દેશની રાજધાની નવી દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ કોચિંગના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે બે છોકરીઓના મોત થયા છે. બચાવ કામગીરીમાં લાગેલી ટીમોએ બંને વિદ્યાર્થીનીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. દિલ્હી ફાયર સર્વિસે આ જાણકારી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બેઝમેન્ટમાં હજુ વધુ બે વિદ્યાર્થીઓ ફસાયા હોવાની શક્યતા છે. તેની શોધમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Advertisment

દોષિતોને બક્ષવામાં આવશે નહીં - આતિશી

આ મામલાને લઈને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, ગુનેગારને છોડવામાં આવશે નહીં. X પર પોસ્ટ કરીને તેણે લખ્યું, “સાંજે દિલ્હીમાં ભારે વરસાદને કારણે અકસ્માતના સમાચાર છે. રાજેન્દ્ર નગરમાં એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયાના સમાચાર છે. દિલ્હી ફાયર વિભાગ અને NDRF ઘટનાસ્થળે છે. દિલ્હીના મેયર અને સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં છે. હું દર મિનિટે ઘટનાના સમાચાર લઉં છું. આ ઘટના કેવી રીતે બની તે અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં.

આતિશીએ મુખ્ય સચિવને આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ શરૂ કરવા અને 24 કલાકની અંદર રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. AAP સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું, “રાજેન્દ્ર નગર વિસ્તારમાં ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે UPSC વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું. આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. આ બાળકના પરિવાર પર શું વિતી રહ્યું થઈ રહ્યું હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. થોડા દિવસ પહેલા જ પટેલ નગરમાં વીજ શોક લાગવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. બેદરકારીના દોષિતોને સજા થવી જોઈએ.”

'જો કામ નહીં થાય, તો દિલ્હીમાં જાહેર આરોગ્ય ઈમરજન્સીની સ્થિતિ સર્જાશે…', સુપ્રીમ કોર્ટે ઘન કચરા અંગે MCD ને ફટકાર લગાવી.

Advertisment

મેયર શૈલી ઓબેરોયે શું કહ્યું?

જૂના રાજેન્દ્ર નગર પહોંચેલા મેયર શેલી ઓબેરોયે કહ્યું, “અમને ઘટનાની માહિતી મળતાં જ ધારાસભ્ય દુર્ગેશ પાઠક અને હું તરત જ અહીં આવી ગયા. અમે સાંભળ્યું છે કે, નાળુ અથવા ગટર અચાનક ફાટવાથી અચાનક પૂરની જેમ પાણી ભોંયરામાં ભરાઈ ગયું છે. તપાસ અને બચાવ કાર્ય ચાલુ છે. થોડીવારમાં બધું સ્પષ્ટ થઈ જશે. કોઈપણ જવાબદાર વ્યક્તિને, પછી તે MCD હોય કે અન્ય કોઈ વિભાગ, બક્ષવામાં આવશે નહીં. આ આક્ષેપો કરવાનો સમય નથી. આપણે રાજનીતિથી ઉપર ઊઠીને પગલાં લેવાં જોઈએ…'

નાળાની સફાઈ માટે ધારાસભ્ય દ્વારા સતત માંગ કરવામાં આવી હતી - બાંસુરી સ્વરાજ

નવી દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજે આ ઘટના માટે સ્થાનિક ધારાસભ્યો દુર્ગેશ પાઠક અને અરવિંદ કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, આ બાળકો તેમના ભવિષ્યના નિર્માણ માટે અહીં આવ્યા છે. પરંતુ સીએમ અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્ય દુર્ગેશ પાઠકની સરકારે સ્થાનિક લોકોની એક પણ વિનંતી સાંભળી નહીં. છેલ્લા એક સપ્તાહથી લોકો દ્વારા દુર્ગેશ પાઠક પાસે ગટરોની સફાઈ કરાવવાની માંગ કરવામાં આવી હતી. રોડ પર હજુ પણ 2.5 ફૂટ પાણી ભરાયેલું છે.

સ્થાનિક ધારાસભ્યએ આ જવાબદારી લીધી

સ્થાનિક ધારાસભ્ય દુર્ગેશ પાઠકે જણાવ્યું હતું કે, આ નીચાણવાળો વિસ્તાર છે. આ લાઇનમાંથી જ પાણી વહે છે. અહીં અચાનક એક જગ્યાએ નાળા કે ગટર તૂટી ગઈ છે અને ભોંયરામાં પાણી ભરાઈ ગયા છે… ટીમો પોતાનું કામ કરી રહી છે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ભાજપે જણાવવું જોઈએ કે, છેલ્લા 15 વર્ષથી તેમના કાઉન્સિલર છે, ગટર કેમ બનાવવામાં આવી નથી. તમામ ગટર એક વર્ષમાં બની શકતી નથી. રાજકારણની જરૂર નથી.

જૂના રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટના અંગે ડીસીપી સેન્ટ્રલ એમ હર્ષવર્ધને કહ્યું, “સાંજે 7 વાગ્યે અમને માહિતી મળી કે, રાજેન્દ્ર નગરમાં યુએસપીસી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ ગયું છે. કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. આજે સાંજે ભારે વરસાદને કારણે, અમે તપાસ કરી રહ્યા છીએ કે આખા ભોંયરામાં કેવી રીતે પાણી ભરાઈ ગયું. બચાવ કાર્ય ચાલુ છે. "અત્યાર સુધી, એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો છે."

દિલ્હી ગુજરાતી ન્યૂઝ વરસાદ અકસ્માત દેશ