AAP Candidate List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપ દ્વારા 38 ઉમેદવાર જાહેર, જાણો આતિશી અને અરવિંદ કેજરીવાલ ક્યાંથી ચૂંટણી લડશે

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તેની પહેલા પહેલા આપ પાર્ટી તમામ બેઠકો માટે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. જાણો દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે.

Written by Ajay Saroya
December 15, 2024 14:26 IST
AAP Candidate List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપ દ્વારા 38 ઉમેદવાર જાહેર, જાણો આતિશી અને અરવિંદ કેજરીવાલ ક્યાંથી ચૂંટણી લડશે
AAP Candidate List: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને હાલના મુખ્યમંત્રી આતિશી માર્લેના. (Photo: @AamAadmiParty)

AAP Candidate List Of Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ આજે વિધાનસભા ચૂંટણી માટે ચોથી અને અંતિમ યાદી જાહેર કરી છે. આપ પાર્ટીએ 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી આતિશી કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ સાથે જ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

આપ પાર્ટી દ્વારા 38 ઉમેદવારના નામ જાહેર

મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશથી, મંત્રી ગોપાલ રાયને બાબરપુરથી, દુર્ગેશ પાઠકને રાજીન્દર નગરથી, સત્યેન્દ્ર કુમાર જૈનને શકુર બસ્તીથી, રમેશ પહેલવાનને કસ્તુરબા નાગાથી, સોમ દત્તને સદર બજારથી, ઇમરાન હુસૈનને બલ્લીમારાનથી, રઘુવિન્દર શોકીનને નાંગલોઇથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તો જરનૈલ સિંહને તિલક નગરથી ટિકિટ આપવામાં આવી છે. માલવીય નગરથી સોમનાથ ભારતી અને ઓખલાથી અમાનતુલ્લાહ ખાનને ટિકિટ મળી છે. ધનવતી ચંદેલાને રાજૌરી ગાર્ડનથી, વિશેષ રવિને કરોલ બાગથી, પ્રમિલા ટોકસને આરકે પુરમથી અને નરેશ યાદવને મેહરૌલીથી આપ પાર્ટીએ ટિકિટ મળી છે. આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી, 70 બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર

આપ પાર્ટી દ્વારા આજે 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની તમામ 70 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આપ પક્ષના વડા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આપ દિલ્હીની ચૂંટણીમાં એકલા લડશે અને કોંગ્રેસ સાથે કોઈ જોડાણ કરશે નહીં.

આપ પાર્ટીએ યાદી જાહેર કર્યા બાદ તરત જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પાર્ટી આ ચૂંટણીમાં પૂરા વિશ્વાસ અને તૈયારી સાથે ઉતરશે. “ભાજપ ગાયબ છે. તેમની પાસે મુખ્યમંત્રીનો ચહેરો નથી, દિલ્હી માટે કોઈ ટીમ કે કોઈ યોજના કે વિઝન નથી. તેમની પાસે એક જ સૂત્ર છે અને તે પણ ગાયબ છે. ‘કેજરીવાલને હટાવો’ . તેમને પૂછો કે પાંચ વર્ષમાં તેઓએ શું કર્યું છે, તેઓ કહેશે કે અમે કેજરીવાલને ગાળો આપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ