દિલ્હી વિધાનસભા ચૂંટણી : દિગ્ગજોને તક, બળવાખોરો પર દાવ, ભાજપની પ્રથમ લિસ્ટથી મળ્યા આ મોટા સંકેત

Delhi BJP Candidate List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા. અરવિંદ કેજરીવાલની પાર્ટી છોડી ચૂકેલા નેતાઓને પણ ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે

Written by Ashish Goyal
January 04, 2025 16:18 IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી : દિગ્ગજોને તક, બળવાખોરો પર દાવ, ભાજપની પ્રથમ લિસ્ટથી મળ્યા આ મોટા સંકેત
ભાજપના નેતા રાજકુમાર આનંદ અને કૈલાશ ગહલોત. (તસવીર-X)

Delhi BJP Candidate List : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીની કુલ 70 બેઠકોમાંથી 29 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમાં ઘણા દિગ્ગજ નેતાઓને તક આપવામાં આવી છે. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલની પાર્ટી છોડી ચૂકેલા નેતાઓને પણ ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

બળવાખોરો પર ભાજપનો દાવ

દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સૌથી પહેલા બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલા હતા. એ પછી તરત જ તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા. હવે ભાજપે તેમને પટેલ નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ ભાજપે કેજરીવાલ સામે બળવો કરનારા છતરપુરના ધારાસભ્ય કરતારસિંહ તંવરને પણ ટિકિટ આપી છે. તેમને ભાજપે છતરપુર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગહલોતને ભારતીય જનતા પાર્ટીએ બિજવાસનથી ટિકિટ આપી છે. હાલ તેઓ નજફગઢ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. આપ સરકારમાં મંત્રી બિજવાસનથી ટિકિટ માંગી રહ્યા હતા. ભાજપે તેમની ઈચ્છાને માન આપીને ચૂંટણી દંગલમાં બિજવાસનથી જ મેદાનમાં ઉતાર્યા છે. કૈલાશ ગેહલોત નજફગઢથી ચૂંટણી લડશે કે પછી બિજવાસણથી ચૂંટણી લડશે તે ખૂબ જ ચર્ચાનો વિષય હતો.

આ પણ વાંચો – લદ્દાખમાં ચીન શું આયોજન કરી રહ્યું છે? ભારતે વ્યક્ત કર્યો વિરોધ

રાજ કુમાર ચૌહાણ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને મંગોલપુરીથી ભાજપની ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત જંગપુરાથી પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અરવિંદર સિંહ લવલીને પણ ગાંધીનગર વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજૌરી ગાર્ડનથી મનજિંદર સિંહ સિરસાને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપે ચૂંટણી દંગલમાં આ દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી બેઠક પરથી ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માને મેદાનમાં ઉતાર્યા છે. દક્ષિણ દિલ્હીથી 2024 સુધી ભાજપના સાંસદ રહેલા રમેશ બિધુડીને કાલકાજી મતવિસ્તારથી મુખ્યમંત્રી આતિશી સામે ચૂંટણી લડશે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બિધુ઼ીને ટિકિટ આપી ન હતી. કોંગ્રેસે કાલકાજી મત વિસ્તારમાંથી અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે.

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દર ગુપ્તા, દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ શર્મા, અજય મહાવર અને જિતેન્દ્ર મહાજન સહિત ભાજપના વર્તમાન ધારાસભ્યો અનુક્રમે રોહિણી, વિશ્વાસ નગર, ઘોંડા અને રોહતાસ નગરથી ફરીથી ચૂંટણી લડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ