/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/CEC-Rajiv-Kumar-.jpg)
Delhi Assembly Election 2025 Dates : મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર (File)
Delhi Assembly Election 2025 Date, Full Schedule Update: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. દિલ્હીમાં એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 8 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થશે.
દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો
આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે દિલ્હીમાં 13 હજારથી વધુ મતદાન મથકો હશે. 85 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે.
બડગામ અને નગરોટામાં હાલ પેટા ચૂંટણી યોજાશે નહીં
ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર 5મી ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે જ્યારે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવશે. તામિલનાડુની ઈરોડ સીટ પર પણ 5 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે. બર્ફીલા વાતાવરણને કારણે જમ્મુ-કાશ્મીરના બડગામ અને નગરોટામાં પછીથી ચૂંટણી યોજાશે.
ઈવીએમ સાથે છેડછાડની વાતમાં કોઈ દમ નથી - ચૂંટણી કમિશ્નર
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે EVM એક ફૂલપ્રૂફ ડિવાઇસ છે. ઈવીએમમાં ​​વાયરસ પ્રવેશી શકતો નથી. ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે ઈવીએમ સાથે છેડછાડની વાતમાં કોઈ દમ નથી. કોર્ટે સ્વીકાર્યું છે કે EVM હેક થઈ શકે નહીં. પરંતુ ઈવીએમ પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણીના સાત-આઠ દિવસ પહેલા ઈવીએમ તૈયાર થઈ જાય છે. એજન્ટની સામે ઈવીએમ સીલ કરવામાં આવે છે. મતદાન બાદ ઈવીએમ સીલ કરવામાં આવે છે. ઈવીએમમાં ​​ગેરકાનૂની વોટ હોવાની કોઈ શક્યતા નથી. ઈવીએમની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે.
આ પણ વાંચો - વર્ષ 2025માં ભારતીય રાજકારણ કેવો વળાંક લેશે? કયા મુદ્દાઓ પર પ્રભુત્વ રહેશે
આમ આદમી પાર્ટી 2015 અને 2020 ની ચૂંટણીમાં મોટી બહુમતી સાથે જીત મેળવી હતી
આમ આદમી પાર્ટીએ 2015 અને 2020 ની ચૂંટણીમાં મોટી બહુમતી સાથે જીત મેળવી હતી અને દિલ્હીના રાજકારણમાં પોતાને સ્થાપિત કરી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 70માંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે 2015માં આ આંકડો 67 બેઠકો પર પહોંચ્યો હતો.
2013ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું. તે ચૂંટણીમાં પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવી હતી, પરંતુ આ સરકાર માત્ર 49 દિવસ સુધી જ ટકી શકી હતી. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ સરકાર પડી ભાંગી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us