Delhi Election Results 2025: હાર બાદ પણ કોંગ્રેસને ફાયદો થશે? દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP ની હારનો અર્થ શું છે?

Delhi Assembly Election Results 2025: દિલ્હીમાં આપ પાર્ટીની હારથી ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ, બિહારમાં તેજસ્વી યાદવ, બંગાળમાં મમતા બેનર્જી અને મહારાષ્ટ્રમાં શરદ પાવરના નેતૃત્વને સ્વીકારવું મજબૂરી બની જશે.

Written by Ajay Saroya
Updated : February 08, 2025 14:18 IST
Delhi Election Results 2025: હાર બાદ પણ કોંગ્રેસને ફાયદો થશે? દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP ની હારનો અર્થ શું છે?
Delhi Assembly Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ છે. (Express Photo)

Delhi Assembly Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનતી દેખાઈ રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હારી ગયા છે. આ રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 10 વર્ષનું શાસન લગભગ ખતમ થતું દેખાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારથી ભાજપ-પીએમ મોદી અને કોંગ્રેસને શું ફાયદો થશે. તો ચાલો જાણીયે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અરવિંદ કેજરીવાલની અજેય મુખ્યમંત્રીની છબી તૂટી જશે.
  • આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય પક્ષ તરીકેના દરજ્જાને પણ અસર થઈ શકે છે.
  • દિલ્હીની જીતને ભાજપ અનેક રીતે મહારાષ્ટ્ર અને હરિયાણા કરતા પણ મોટી ગણાવશે.
  • 2029માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી શકાય છે. પાર્ટી મજબૂર થશે કે મોદી જેવા ચૂંટણી જીતનારા નેતાને હવે રિટાયર થવાની જરૂર નથી. જો તેઓ દિલ્હીની ચૂંટણી જીતી જશે તો પાર્ટીમાં કોઇ પણ મોદીને પડકાર ફેંકવાની હિંમત નહીં કરે.
  • લોકસભા ચૂંટણીમાં જીત બાદ બાદ બ્રાન્ડ મોદી વધુ મજબૂત બનશે. ભાજપે લોકસભામાં જે બહુમતી ગુમાવી હતી તે હરિયાણા, મહારાષ્ટ્ર પછી દિલ્હી જીતીને પોતાનો દરજ્જો સ્થાપિત કરી શકે છે.
  • વકફ બોર્ડ સુધારા વિધેયક પર ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ વધુ મજબૂત થશે.
  • એ સાબિત થઈ જશે કે અત્યારે પણ સાથે મળીને કે અલગ-અલગ લડીને પણ ભારત ગઠબંધનના પક્ષો એકલા મોદીને હરાવવામાં નિષ્ફળ રહ્યા છે.
  • કેજરીવાલના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉભા થશે અને આમ આદમી પાર્ટીના ભાગલા પડવાનો ખતરો વધશે.
  • અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલ પર સવાલ ઉભા થશે. તેમના દેશવ્યાપી વિસ્તરણ પ્રયત્નોને મોટો આંચકો લાગશે.
  • અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય નેતાઓ સામે ભ્રષ્ટાચારના આરોપોને દિલ્હીની જનતાએ પણ મંજૂરી આપી દીધી છે તેવું કથન ભાજપ બનાવશે.
  • પહેલેથી જ કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહની મુશ્કેલીઓ વધશે.
  • પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારની મુશ્કેલીઓ વધશે.
  • જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી જાય તો દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસને ફરી એકવાર મજબૂત બનાવવાનો રસ્તો ખુલી શકે છે.
  • કોંગ્રેસ મજબૂત થવાથી અનેક ક્ષેત્રીય પાર્ટીઓનું અસ્તિત્વ ખતરામાં આવી શકે છે.
  • ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ, બિહારમાં તેજસ્વી યાદવ, બંગાળમાં મમતા બેનરજી અને મહારાષ્ટ્રમાં શરદ યાદવને રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવાની ફરજ પડશે.
  • ભારત ગઠબંધનમાં બિનકોંગ્રેસી પક્ષોના ગઠબંધનને ઝટકો લાગશે.
  • નવેસરથી ઈવીએમ પર સવાલ ઉભા કરવામાં આવશે.
  • જે પાર્ટી જેટલું મફત આપશે, તેટલી જ તેની જીતવાની ગેરંટી વધુ હશે.

નવી દિલ્હી બેઠક પર પ્રવેશ શર્મા સામે કેજરીવાલની હાર

નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવેશ શર્મા સામે આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલની હાર થઇ છે. દિલ્હીના પ્રભાવશાળી રાજકીય પરિવારમાં આવતા પ્રવેશ શર્મા પૂર્વ ભાજપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. તેમના પરિવારને તેમના કાકા આઝાદ સિંહ સાથે રાજકીય સંબંધો છે, જેઓ અગાઉ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હતા અને 2013 ની વિધાનસભાની ચૂંટણી મુંડકા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પ્રવેશ વર્મા એ રાજકીય કારકિર્દીની શરૂઆત 2013માં કરી હતી, જ્યારે તેમણે દિલ્હી વિધાનસભા માટે મહરૌલી મતવિસ્તાર માંથી પોતાની પ્રથમ ચૂંટણી જીતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ