/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/delhi-coaching-center-basement-accident.jpg)
દિલ્હી કોચિંગ સેન્ટરના ભોયરામાં પાણી ભરાઈ જવાનો અકસ્માત
Delhi Coaching Center Basement Accident : દિલ્હી માં ભોંયરામાં પાણી ભરાઈ જવાથી કોચિંગ ક્લાસ ના ત્રણ વિદ્યાર્થીના મોત મામલે વીડિયો શેર કરતી વખતે વિદ્યાર્થીએ કેપ્શનમાં લખ્યું, “હું આ ભયાનક ઘટનામાંથી બચી ગયેલા લોકોમાંથી એક છું, 10 મિનિટમાં જ ભોંયરું ભરાઈ ગયું હતુ. સાંજના 6.40 વાગ્યા હતા, અમે પોલીસ અને NDMA ને ફોન કર્યો, પરંતુ તેઓ 9 વાગ્યા પછી પહોંચ્યા. ત્યાં સુધીમાં મારા ત્રણ મિત્રોએ જીવ ગુમાવ્યો હતો. ત્રણ હજુ પણ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે લડાઈ લડી રહ્યા છે. અમે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. આપણા જીવનની કોને ચિંતા છે?”
આ વિડીયો આત્માને હચમચાવી દે એવો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભોંયરામાં સતત પાણી ભરાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ જીવ બચાવવા ત્યાંથી ભાગી રહ્યા છે. પાણી એટલી ઝડપથી વહી રહ્યું છે, જાણે ધોધ હોય.
યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ દાવો કર્યો કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) અને પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “હું આ ભયાનક ઘટનામાંથી બચી ગયેલા લોકોમાંથી એક છું. ભોંયરું 10 મિનિટમાં ભરાઈ ગયું. સાંજના 6:40 વાગ્યા હતા. અમે પોલીસ અને એનડીએમએને ફોન કર્યો, પરંતુ તેઓ રાત્રે 9 વાગ્યા પછી પહોંચ્યા. ત્યાં સુધીમાં મારા ત્રણ યુપીએસસી ઉમેદવારોએ જીવ ગુમાવ્યો હતો. ત્રણ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, તેમના માટે પ્રાર્થના કરો. આપણા જીવનની કોને ચિંતા છે?”
બીજો વિડિયો શેર કર્યો
I'm one of survivor of this horrible incident, within 10 min basement was filled it was 6.40 we called police and ndma's but they reach after 9 PM till then my 3 #UPSCaspirants mates lost their lives 😭 3 are hospitalized pray for them🙏
who cares our life😭#RajenderNagar#upscpic.twitter.com/hgogun1ehF— Hirdesh Chauhan🇮🇳 (@Hirdesh79842767) July 28, 2024
અન્ય વિડિયો શેર કરતા વિદ્યાર્થીએ લખ્યું, “…અને આ છેલ્લી ક્ષણ હતી જ્યારે અમે અમારા UPSC ઈચ્છુક મિત્રોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બચાવ ટુકડી પણ અડધો કલાક પહેલા ત્યાં પહોંચી ગઈ હતી. હવે તેમને ન્યાય કોણ આપશે? તેમના પરિવારોને તેમના દીકરા-દીકરી કોણ પરત કરશે?
આ મામલે પોલીસે જણાવ્યું કે, આ ઘટના સાંજે 6.35 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે વરસાદનું પાણી ઝડપથી ભોંયરામાં ભરાઈ ગયું હતું. થોડા સમય બાદ ઈમરજન્સી સેવાઓને એલર્ટ કરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓ સાંજે 7:10 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તરત જ પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. જો કે, પૂરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બચાવ કામગીરીમાં મદદ માટે NDRF ડાઇવર્સને બોલાવવામાં આવ્યા હતા.
વિશિષ્ટ: UPSC ઉમેદવાર દિલ્હીમાં રહેવા માટે કેટલું ચૂકવે છે | ખર્ચો જાણો: ભાડું, ભોજન અને પુસ્તકો
ભોયરામાં પાણી ભરાવવા પાછળ આ વાહનની પણ ભૂમિકા, ડ્રાઈવરની ધરપકડ
ડીસીપીએ કહ્યું, "વાહન ચાલકના કારણે જ ભોંયરામાં પાણી ભરાઈ ગયું, જેને કોચિંગ સેન્ટરના માલિક સાથે કોઈ સંબંધ નથી. હાલમાં ડ્રાઈવરની ધરપકડ કરી વાહન જપ્ત કરવામાં આવ્યું છે. જેનો કોચિંગ સેન્ટરના માલિક અથવા સંયોજક સાથે કોઈ સંબંધ નથી, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે."
Moments before the drowning of three UPSC students in Rau’s IAS library illegally running in basement.
Thar caused a surge of water to break through the gate. Now Delhi police arrested the driver
Q : Why the basement wasn't evacuated immediately ? 😕
pic.twitter.com/F8qlXG1P1t— Kumar Manish (@kumarmanish9) July 29, 2024
અધિકારીએ ધરપકડ કરાયેલા ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી
કોચિંગ સેન્ટરના સીઈઓ અભિષેક ગુપ્તા અને કોઓર્ડિનેટર દેશપાલ સિંહ સહિત ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં ભોંયરાના માલિકોનો સમાવેશ થાય છે. પાંચેય આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
પોલીસે કહ્યું કે, શનિવારે મોડી રાત્રે 10:40 અને 11:10 વાગ્યે બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. NDRF ને રવિવારે સવારે લગભગ 1 વાગ્યે ત્રીજો મૃતદેહ મળ્યો. આ ઘટના પર તમારી પ્રતિક્રિયા શું છે?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us