અરવિંદ કેજરીવાલને હરાવવાનું મળ્યું ઈનામ, જાણો કોણ છે મંત્રી પદના શપથ લેનાર પ્રવેશ વર્મા

delhi minister pravesh verma : પ્રવેશ વર્માએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. આ પછી તેમના સીએમ બનવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, પાર્ટીએ તેમને દિલ્હી સરકારમાં મંત્રી પદ આપ્યું છે.

Written by Ankit Patel
February 20, 2025 14:07 IST
અરવિંદ કેજરીવાલને હરાવવાનું મળ્યું ઈનામ, જાણો કોણ છે મંત્રી પદના શપથ લેનાર પ્રવેશ વર્મા

Pravesh Verma Oath : દિલ્હીમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેખા ગુપ્તાના કેબિનેટમાં પ્રવેશ વર્માને સ્થાન મળ્યું છે. પ્રવેશ વર્મા સીએમ પદના પ્રબળ દાવેદાર હતા. પ્રવેશ વર્માએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. આ પછી તેમના સીએમ બનવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, પાર્ટીએ તેમને દિલ્હી સરકારમાં મંત્રી પદ આપ્યું છે.

પ્રવેશ વર્માએ પલટવાર કર્યો હતો

પ્રવેશ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી AAPના વડા અરવિંદ કેજરીવાલને હરાવીને દિલ્હીના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી હતી. વર્માએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 4,089 મતોના માર્જિનથી સખત સ્પર્ધામાં હરાવ્યા હતા. વર્માને 30,088 વોટ મળ્યા, જ્યારે કેજરીવાલને 25,999 વોટ અને કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતને 4,568 વોટ મળ્યા.

નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો

7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીમાં જન્મેલા વર્માએ નાની ઉંમરમાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991 માં, તેઓ બાળ સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા. બાદમાં તેઓ ભાજપ યુવા મોરચામાં જોડાયા હતા. પછી તેની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા. ત્યારબાદ દિલ્હી પ્રદેશ ભાજપના મહાસચિવ તરીકે કામ કર્યું.

આ પણ વાંચોઃ- Rekha Gupta CM: રેખા ગુપ્તા એ દિલ્હીના મુખ્યમંત્રી બનતાં જ કરી મોટી જાહેરાત, શીશ મહેલનું હવે શું થશે?

વર્મા 2013ની વિધાનસભા ચૂંટણીમાં મહેરૌલી સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2015 માં, તેઓ પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2019 માં તેઓ ફરીથી પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 4.78 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ