AAP sanjeevani scheme : દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરી છે. પક્ષની આ યોજના મુખ્યત્વે વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ યોજના હેઠળ દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મફત સારવાર મળશે. યોજનાની જાહેરાત દરમિયાન, AAP કન્વીનરે કહ્યું, “હું દિલ્હીના લોકો માટે સંજીવની લઈને આવ્યો છું. જે અંતર્ગત 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. કામદારો નોંધણી માટે ઘરે-ઘરે જશે.
અરવિંદ કેજરીવાલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તેઓ આજે બપોરે 1 વાગ્યે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ જાહેરાત આપણા વડીલો માટે હશે અને દિલ્હી મોડલમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ પણ વાંચોઃ- Sunita Williams Christmas Celebrations: સુનીતા વિલિયમ્સે સ્પેસમાંથી પોસ્ટ કરી ક્રિસમસની તસવીરો
ગયા સપ્તાહની શરૂઆતમાં કેજરીવાલે મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત દિલ્હીની 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા અને ચૂંટણી જીત્યા બાદ 2100 રૂપિયા મળવાનું શરૂ થશે.





