દિલ્હી દારુ પોલિસી કેસ : દિલ્હીના CM કેજરીવાલને રાહત મળશે કે મુશ્કેલીઓ વધશે? આજે હાઈકોર્ટમાં જામીન પર થશે મહત્વની સુનાવણી

Delhi Liquor Policy Scam Case, દિલ્હી દારુ પોલિસી કેસ : આજે 15 જુલાઈ 2024, સોમવારે હાઈકોર્ટ કેજરીવાલના જામીન વિરુદ્ધ EDની આ અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે, જે મુખ્યમંત્રી માટે મહત્વની સાબિત થઈ શકે છે.

Written by Ankit Patel
July 15, 2024 07:10 IST
દિલ્હી દારુ પોલિસી કેસ : દિલ્હીના CM  કેજરીવાલને રાહત મળશે કે મુશ્કેલીઓ વધશે? આજે હાઈકોર્ટમાં જામીન પર થશે મહત્વની સુનાવણી
અરવિંદ કેજરીવાલ કેસ અપડેટ્સ (ફોટો - એક્સપ્રેસ, પીટીઆઈ)

Delhi Liquor Policy Scam Case, દિલ્હી દારુ પોલિસી કેસ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે 15 જુલાઈ ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ છે. EDએ તેમને વિવાદાસ્પદ એક્સાઇઝ પોલિસી સંબંધિત કથિત દારૂ કૌભાંડમાં કિંગ પિન જાહેર કર્યા છે. ગયા મહિને ટ્રાયલ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા, પરંતુ તે જામીન સામે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચેલા EDની માંગ પર કોર્ટે કેજરીવાલને આંચકો આપતા જામીન પર સ્ટે મૂકી દીધો હતો. હવે આજે 15 જુલાઈ 2024, સોમવારે હાઈકોર્ટ કેજરીવાલના જામીન વિરુદ્ધ EDની આ અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે, જે મુખ્યમંત્રી માટે મહત્વની સાબિત થઈ શકે છે.

વાસ્તવમાં હાઈકોર્ટ એક્સાઈઝ પોલિસી મામલે EDની અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે. તપાસ એજન્સીએ સીએમ કેજરીવાલાને જામીન આપવાના આદેશને પડકાર્યો છે. નોંધનીય છે કે કેજરીવાલને 20 જૂને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકતા કોર્ટે તેને એકતરફી ગણાવ્યો હતો. કોર્ટે આગામી સુનાવણી માટે 15મી તારીખ નક્કી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે કેજરીવાલને જામીન પણ આપ્યા હતા

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED કેસમાં જ જામીન મળી ગયા હતા, પરંતુ CBI કેસમાં કસ્ટડીમાં હોવાના કારણે કેજરીવાલ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા. આ અંગે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓએ કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

AAPનો આરોપ છે કે કેજરીવાલને ED કેસમાં જામીન મળવાના સંકેત મળવા લાગ્યા છે, એટલે જ ભાજપના કહેવા પર CBIએ કેજરીવાલને જેલમાંથી જ કસ્ટડીમાં લીધા હતા. તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપી બનાવીને તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. EDએ લાંબી પૂછપરછ બાદ 21 માર્ચ 2024ના રોજ તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ- પીએમ મોદીના નામે વધુ એક માઇલસ્ટોન, X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવ્યો

મનીષ સિસોદિયા દોઢ વર્ષથી જેલમાં છે

કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડનો કિંગપિન પણ ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સંજય સિંહને આ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી પહેલા જ જામીન મળી ચૂક્યા છે. જો કે, આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે.

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી પણ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સવાલો ઉઠાવી રહી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહથી લઈને મંત્રી આતિષી સુધી તમામ આરોપ લગાવી રહ્યા છે કે કેન્દ્રની સત્તાધારી પાર્ટી બીજેપી જેલમાં જ કેંજરીવાલને મારવાનું ષડયંત્ર કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ