HC એ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી ફગાવી, કહ્યું - 'અમારા અધિકારક્ષેત્રમાં નહી, LG એ નિર્ણય લેવો પડે'

અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી સીએમ પદેથી તેમને હટાવવા મામલે પીઆઈએલ, દિલ્હી હાઈકોર્ટ અરજી ફગાવી કહ્યું, આ અમારા અધિકારભેત્રમાં નહી, એલજીએ નિર્ણય લેવો જોઈએ.

અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી સીએમ પદેથી તેમને હટાવવા મામલે પીઆઈએલ, દિલ્હી હાઈકોર્ટ અરજી ફગાવી કહ્યું, આ અમારા અધિકારભેત્રમાં નહી, એલજીએ નિર્ણય લેવો જોઈએ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal case Delhi High Court

અરવિંદ કેજરીવાલ અને દિલ્હી હાઈકોર્ટમાં (ફોટો - એક્સપ્રેસ)

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ બાદ પણ સીએમ અરવિંદ કેજરીવાલના પદ પર ચાલુ રહેવા સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી રદ કરવામાં આવી છે. કોર્ટે પીઆઈએલને ફગાવી દીધી અને કહ્યું કે, કોર્ટ આ મામલામાં ન્યાયિક દખલ ન આપી શકે. આ મામલો કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે. લેફ્ટનન્ટ ગવર્નર આ બાબત પર વિચાર કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.

Advertisment

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ મામલો રાજકીય છે. ન્યાયતંત્ર આ મામલામાં હસ્તક્ષેપ કરી શકે નહીં. કોર્ટે પૂછ્યું કે, શું એવી કોઈ કાનૂની જવાબદારી છે કે જેના હેઠળ કેજરીવાલને કસ્ટડીમાં આવ્યા બાદ હટાવવાની જરૂર હતી. કોર્ટે આ મામલો લેફ્ટનન્ટ ગવર્નર પર છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે, અરજદાર સુરજીત કુમાર યાદવે અરજી દાખલ કરીને કહ્યું હતું કે, કેજરીવાલ કૌભાંડના આરોપી છે અને તેમને સરકારી પદ પર રહેવાની મંજૂરી ન આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જેલમાંથી આદેશ પસાર કરવાથી મુખ્યમંત્રીના ગોપનીયતાના શપથનું ઉલ્લંઘન થશે.

રાષ્ટ્રપતિ શાસનનો આદેશ આપી શકે નહીં : દિલ્હી હાઈકોર્ટ

હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે એટલે કે કોર્ટે કહ્યું કે, જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે તો તેની તપાસ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પણ તેમની ભલામણ પર રાષ્ટ્રપતિ શાસન અંગે નિર્ણય લેશે. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે, શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? કોર્ટે કહ્યું કે, અમે સમજીએ છીએ કે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ હોઈ શકે છે પરંતુ, અમે રાષ્ટ્રપતિ અથવા એલજીને કોઈ માર્ગદર્શન આપી શકતા નથી.

Arvind Kejriwal in Delhi High Court (Photo - Abhinav Saha - Express)
અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઈકોર્ટમાં (ફોટો - અભિનવ સાહા - એક્સપ્રેસ)

અરજદારે શું દલીલો આપી?

પીઆઈએલમાં, અરજદારે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાનને જેલની સજા કાયદાની યોગ્ય પ્રક્રિયાને અવરોધે છે પરંતુ, રાજ્યના બંધારણીય તંત્રને પણ નબળી બનાવે છે. અરજદારે બંધારણના અનુચ્છેદ 163 અને 164 ને ટાંકીને દાવો કર્યો છે કે, કેદી હોવાના કારણે કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકેની તેમની ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ છે.

Advertisment

આ પણ વાંચો - શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ

અરજદારનું કહેવું છે કે, જેલમાં બંધ મુખ્યમંત્રી કોઈ પણ કામ કરવા અસમર્થ હશે જે તેમને કાયદો કરવાની પરવાનગી આપે છે, હવે જો તેમને તે કરવાની મંજૂરી આપવામાં આવે તો રાજ્યના કલ્યાણ સાથે જોડાયેલી કોઈપણ બાબત, ભલે તે ગુપ્ત હોય. અને આથી તે સ્વભાવિક છે, કે જેલમાં પહોંચતા પહેલા સુરક્ષાના કારણોસર જેલ સત્તાવાળાઓ સુધી પહોંચશે. આનાથી કેજરીવાલે બંધારણની ત્રીજી અનુસૂચિ હેઠળ મુખ્યમંત્રી પદ માટે લીધેલા ગોપનીયતાના શપથનું સીધું ઉલ્લંઘન થશે.

હાઇકોર્ટ દિલ્હી ગુજરાતી ન્યૂઝ અરવિંદ કેજરીવાલ દેશ આપ