આખરે શું છે આ દિલ્હી દારૂ કૌભાંડ ? કેવી રીતે શરૂ થયો સૌથી મોટો ‘રાજકીય ડ્રામા’, જાણો બધુ જ

Delhi liquor Scam, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં ઈડીની ટીમ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જઈને ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પહેલા પણ મોટા નેતાઓની ધરપકડ કરવાામાં આવી હતી. ચાલો જાણીએ આ દારુ કૌભાંડ શું છે. કેવી રીતે શરું થયું?

Written by Ankit Patel
March 22, 2024 07:41 IST
આખરે શું છે આ દિલ્હી દારૂ કૌભાંડ ? કેવી રીતે શરૂ થયો સૌથી મોટો ‘રાજકીય ડ્રામા’, જાણો બધુ જ
દિલ્હી દારુ કાંભાડ શું છે, અરવિંદ કેજરીવાલ - photo - twitter

Delhi liquor Scam, દિલ્હી દારુ કૌભાંડ : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારની રાત્રે ધરપકડ કરી છે. સીટીંગ સીએમની તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે મોટી વાત છે. સ્વતંત્ર ભારતમાં એવું ભાગ્યે જ બન્યું છે કે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની આ રીતે ધરપકડ કરવામાં આવી હોય. પરંતુ હવે ધરપકડ કરવામાં આવી હોવાથી આગળનો રસ્તો પણ પડકારજનક બની રહ્યો છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈડીએ અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરી છે. આ જ કેસમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીના અન્ય એક મોટા નેતા કે કવિતાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે આ બધો વિવાદ શેનો છે, શું રાજકીય ડ્રામા ચાલી રહ્યું છે, શું આ હતી નવી દારૂની નીતિ? ચાલો આ વિવાદને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ.

17 નવેમ્બર 2021ના દિવસે નંખાયો દિલ્હી દારૂ કૌભાંડનો પાયો?

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા, 17 નવેમ્બર 2021ના રોજ, રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે નવી દારૂ નીતિ લાગુ કરી હતી. આ નવી નીતિ અનુસાર દિલ્હીને કુલ 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમે દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો ખોલી શકો છો. આ આંકડા પ્રમાણે જો કુલ મળીએ તો આખા દિલ્હીમાં 849 દારૂની દુકાનો ખોલવાની હતી, એક મોટો બદલાવ એ થવા જઈ રહ્યો હતો કે જે પણ દારૂની દુકાનો ખોલવાની હતી તે પ્રાઈવેટ સેક્ટરની હતી, તેમાં કોઈની દખલગીરી નહોતી. સરકાર ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો, દારૂનો ધંધો જેમાં અગાઉ સરકારનો હિસ્સો હતો તે નવી નીતિ હેઠળ નાબૂદ કરવામાં આવ્યો હતો.

લિકર પોલિસીથી 3500 કરોડનો સીધો ફાયદો?

આ વાત આસાનીથી સમજી શકાય છે કે નવી નીતિના અમલ પહેલા દિલ્હીમાં દારૂની 60 ટકા દુકાનો સરકારી હતી જ્યારે 40 ટકા ખાનગી દુકાનો સંચાલિત હતી.પરંતુ નવી નીતિ બાદ 100 ટકા દુકાનોને પ્રાઇવેટ કરવાની વાત હતી. હવે કેજરીવાલ સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પોલિસી પછી 3500 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે.

આ પોલિસી અંતર્ગત લાયસન્સ લેવું જરૂરી હતું, તેની ફી અનેકગણી વધી ગઈ હતી. ટેક્નિકલ ભાષામાં તેને L1 લાયસન્સ કહેવામાં આવે છે, જેના માટે એક દુકાનદાર પહેલા 25 લાખ રૂપિયા ચૂકવતો હતો, બાદમાં તેણે 5 કરોડ રૂપિયા સુધી ચૂકવવા પડતા હતા. હવે વિવાદ એટલા માટે ઉભો થયો કારણ કે નવી નીતિ લાગુ થયા બાદ આવકમાં ભારે ઘટાડો થવાના આક્ષેપો થવા લાગ્યા હતા.

Arvind Kejriwal, ED , excise policy case
ઈડીની ટીમ ગુરુવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે (Express Photo by Tashi Tobgyal)

ઉદાહરણ દ્વારા સમજીએ કેવી રીતે થયા છે સરકારને મોટું નુકસાન?

ચાલો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. 750 મિલી દારૂની કિંમત 530 રૂપિયાથી વધારીને 560 રૂપિયા કરવામાં આવી છે. તેના કારણે છૂટક વેપારીનો નફો 33.35 રૂપિયાથી વધીને 363.27 રૂપિયા થયો છે. આનો સીધો અર્થ એ થયો કે છૂટક વેપારીને દસ ગણો નફો મળતો હતો. પરંતુ અગાઉ સરકારને જે 329.89 રૂપિયાનો ફાયદો મળતો હતો તે ઘટીને 3.78 રૂપિયા થઈ ગયો છે. આ કારણસર સરકારને મોટું નુકસાન થયું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ- દારૂ કૌભાંડમાં સીએમ કેજરીવાલ પર શું આરોપ લાગ્યો છે? અત્યાર સુધી આટલા લોકોની થઇ છે ધરપકડ

સીએમ અરવિંદ કેજરીવાલ આ મામલે કેવી રીતે ફસાઈ ગયા?

હવે સવાલ એ ઉઠે છે કે સીએમ અરવિંદ કેજરીવાલ આ મામલે કેવી રીતે ફસાઈ ગયા? વાસ્તવમાં થોડા દિવસો પહેલા, આ કેસમાં કેસીઆરની પુત્રી કે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે એકાઉન્ટન્ટ છે – બુચીબાબુ, આ એ જ વ્યક્તિ છે જેની EDએ ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. પ્રશ્ન-જવાબના સત્ર દરમિયાન તેમણે સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનું નામ લીધું હતું.

આ પણ વાંચોઃ- લિકર પોલિસી કેસમાં ઇડીની મોટી કાર્યવાહી, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી

તેમણે દાવો કર્યો હતો કે કે કવિતા, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રાજકીય સમજૂતી ચાલી રહી છે. મોટી વાત એ છે કે ઈડીએ દિલ્હી દારૂ કૌભાંડમાં દિનેશ અરોરાની પણ ધરપકડ કરી હતી. આ વ્યક્તિ મુખ્યમંત્રીને પણ મળ્યો હોવાનું બહાર આવ્યું છે. તેવી જ રીતે, YSR કોંગ્રેસના સાંસદ મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ