Accident Video Viral : હરિદ્વારથી પરત ફરી રહેલા માતા-પુત્રને રોંગ સાઇડમાં આવતી કારે રહેંસી નાખ્યા

Delhi Meerut Express Highway Accident Video Viral : દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે પર મહેરૌલી નજીક રોંગ સાઈડથી આવી રહેલી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં માતા પુત્રના મોત થયા છે, આ ઘટનાનો વીડિયો વાયરલ.

Written by Kiran Mehta
July 22, 2024 18:47 IST
Accident Video Viral : હરિદ્વારથી પરત ફરી રહેલા માતા-પુત્રને રોંગ સાઇડમાં આવતી કારે રહેંસી નાખ્યા
દિલ્હી મેરઠ હાઈવે પર અકસ્માતનો વીડિયો વાયરલ

Delhi Meerut Express Highway Accident Video Viral : દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર રોંગ સાઇડ આવી રહેલી કારના કારણે વધુ એક પરિવારે પોતાના બે પ્રિયજનોના જીવ ગુમાવ્યા છે. વાસ્તવમાં, રવિવારે મેરઠથી દિલ્હી આવતી બાજુ ગાઝિયાબાદ પાસે એક દુઃખદ અકસ્માત થયો હતો. રોંગ સાઇડમાં આવતી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગત રાત્રે હોસ્પિટલમાં માતા-પુત્રના મોત થયા હતા. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.

ક્યાં થયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગાઝિયાબાદ જિલ્લાના મહેરૌલી પાસે થયો હતો. રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ દિલ્હીના મધુ વિહારમાં રહેતા યશ ગૌતમ (20) તેની માતા મંજુ (40) સાથે સ્કૂટી પર મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. મેહરૌલી બ્રિજ પર રોંગ સાઇડમાં હાઇસ્પીડ અલ્ટો કાર આવી રહી હતી. બંને વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે, બંને સ્કૂટર સવારો હવામાં ફંગોળાયા હતા અને દૂર સુધી પડ્યા હતા.

પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી

આ અકસ્માતમાં ઘવાયેલા બંને સ્કૂટર સવારોને તાત્કાલિક નજીકની મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે રાત્રે બંને માતા-પુત્રના મોત થયા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી કરી કાર ચાલકની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માત સમયે યશે હેલ્મેટ પહેર્યું હતું, પરંતુ તેની માતાએ પહેર્યું ન હતું, પરંતુ બંનેના ધડાકાભેર પટાવાથી મોત થયા છે.

આ પણ વાંચો – Gaurikund Kedarnath Tragedy : ગૌરીકુંડ પાસે પહાડ પરથી મોટા પથ્થર શ્રદ્ધાળુઓ પર પડ્યા, ત્રણના મોત

કાર અને સ્કૂટર સવાર બંનેની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો

તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં માત્ર કાર ચાલકની જ નહીં પરંતુ સ્કૂટર ચાલકની પણ ભૂલ હતી. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં હાઇવે પર ટુ-વ્હીલર ઝડપભેર દોડતા જોવા મળે છે. તો, કાર ચાલક માટે રોંગ સાઇડમાં આવવું એ ગુનો હતો. આ પહેલા પણ આ હાઈવે પર આવા અકસ્માતો થતા રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ