Air Pollution: દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત સૌથી ઓછું આઈઝોલમાં, જાણો અમદાવાદની હવા કેટલી ચોખ્ખી છે

Delhi AQI Air Pollution In India : ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં 373 AQI સાથે દિલ્હી ટોચ પર છે. તો મિઝોરમના આઈઝોલની હવા 27 એક્યુઆઈ સાથે સૌથી ચોખ્ખી છે. જાણો ગુજરાતના અમદાવાદની હવા શ્વાસ લેવા લાયક છે કે નહીં?

Written by Ajay Saroya
November 22, 2024 14:07 IST
Air Pollution: દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત સૌથી ઓછું આઈઝોલમાં, જાણો અમદાવાદની હવા કેટલી ચોખ્ખી છે
Delhi Worst Air Quality In India : ભારતમાં દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. (Photo: Freepik)

Top 5 Worst Air Quality In India : હવા પ્રદૂષણ દિલ્હી વાસીઓ માટે જીવલેણ બની રહ્યો છે. સમગ્ર દિલ્હી એનસીઆર ધુમ્મસથી ઘેરાયેલું હતું અને હવાની ગુણવત્તા ખૂબ જ નિમ્ન શ્રેણીમાં આવી ગઇ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં 400 આસપાસ એક્યુઆઈ નોંધાયો છે. આ દરમિયાન, માત્ર એક જ શહેર છે જ્યાં તમે આરામથી શ્વાસ લઈ શકો છો. મિઝોરમની રાજધાની આઈઝોલ સૌથી ઓછું પ્રદૂષિત શહેર છે. અહીંનો એક્યુઆઈ માત્ર 27 નોંધાયો છે. જાણો અમદાવાદની હવા કેટલી પ્રદૂષિત છે.

દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત, ભારતમાં આ શહેરની હવા સૌથી સ્વચ્છ

દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. દિલ્હીમાં એર એક્યુઆઈ 373 નોંધાયો છે, જે તેને સૌથી વધુ હવા પ્રદૂષિત રાજ્યોની યાદીમાં પ્રથમ ક્રમે મૂકે છે. તો આસામની રાજધાની ગુવાહાટી સૌથી ઓછા પ્રદૂષિત શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. અહીં માત્ર એક્યુઆઈ 50 છે, જ્યારે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં 57 એક્યુઆઈ છે, જે ત્રીજા નંબરે છે.

જો આપણે તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો ઉલ્લેખ કરીએ તો એક્યુઆઈ 108 છે, જે સૌથી ઓછા પ્રદૂષિત શહેરોની યાદીમાં ચોથા ક્રમે છે. તો બેંગલુરુ 118 એક્યુઆઈ સાથે પાંચમા નંબરે અને છત્તીસગઢની રાજધાની રાયપુર 129 એક્યુઆઈ સાથે છઠ્ઠા સ્થાન પર છે.

Top 5 Worst Air Quality In India : ભારતના સૌથી વધુ પ્રદૂષિત શહેરો

ભારતના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ દિલ્હી બાદ દેશનું બીજા નંબરનું પ્રદૂષિત શહેર છે. લખનઉનું એક્યુઆઈ 367 નોંધવામાં આવ્યું છે. તો બિહારનું પાટનગર પટણા 249 એક્યુઆઈ સાથે ભારતનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર છે. મધ્ય પ્રદેશનું પાટનગર ભોપાલ 248 એક્યુઆઈ સાથે ચોથા નંબર પર અને રાજસ્થાનનું પાટનગર જયપુર 244 એક્યુઆઈ સાથે ભારતના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં પાંચમા ક્રમે છે.

તો ગુજરાતનું અમદાવાદ શહેર ભારતના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. અમદાવાદમાં એક્યુઆઈ 208 છે, જે તેને સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં છઠ્ઠા નંબર પર મૂકે છે.

દિલ્હીમાં GRAP 4 અમલ

દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે હવે જીઆરએપી 4 ના પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે. હવે મોટા વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે બાંધકામના કામો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં રજિસ્ટર્ડ ડીઝલ વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ