Delhi Coaching Center Incident: દિલ્હીમાં પ્રોફેશનલ્સ થી લઇ સામાન્ય વ્યક્તિ સુધી, બેઝમેન્ટ સૌથી પસંદગીની જગ્યા, આ છે કારણ

Delhi Basement Economy: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદના પાણી ધુસી જતા યુપીએસસીના ત્રણ ઉમેદવારોના મોત થયા છે. આ ઘટના બાદ બેઝમેન્ટ ઇકોનોમી પર ધ ઇન્ડિયન એક્સપ્રેસના વાય ઉપાસિકા સિંઘલ અને અપૂર્વ વિશ્વનાથનો ખાસ રિપોર્ટ વાંચો

Written by Ajay Saroya
August 04, 2024 14:42 IST
Delhi Coaching Center Incident: દિલ્હીમાં પ્રોફેશનલ્સ થી લઇ સામાન્ય વ્યક્તિ સુધી, બેઝમેન્ટ સૌથી પસંદગીની જગ્યા, આ છે કારણ
Delhi Coaching Center Incident: દિલ્હીમાં 27 જુલાઈના રોજ કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદના પાણી ધુસી જતા 3 વિદ્યાર્થીના મોત થયા છે. (Express photo by Gajendra Yadav)

Delhi Basement Economy: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાઇ જવાથી ત્રણ વિદ્યાર્ઓના મોત બાદ થયા છે. આ ગંભીર ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા હતા. એક મોટો પ્રશ્ન એ છે કે ભોંયરાનો ઉપયોગ વાંચન, ઓફિસો અને દુકાનો માટે કેમ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિ રાજધાની દિલ્હીમાં લગભગ દરેક જગ્યાએ છે, ખાસ કરીને રહેણાંક વિસ્તાર છે. પ્રોફેશનલ માટે રિયલ એસ્ટેટમાં સૌથી વધારે સર્ચ ભોંયરા વિશે કરવામાં આવે છે.

બેઝમેન્ટમાં મોટા લોકોની ઓફિસ

દિલ્હીના પોશ જંગપુરા એક્સ્ટેંશનમાં નવી બાંધવામાં આવેલી બિલ્ડિંગના ભોંયરામાં 1 જુલાઇ અત્યંત ગરમાગરમી ભર્યો દિવસ હતો. એક મોટા વકીલની ચેમ્બરમાં બેઠેલા સિનિયરે તેના જુનિયરને ખૂબ જ ઝડપથી ફોન કર્યો અને તેનો ફોન પકડીને કહ્યું, “જલદી કર! જલદી કર, મારે એક OTP લેવો પડશે. આ પછી, જુનિયર ઝડપથી તે હોલમાંથી બહાર નીકળી જાય છે, સેલ્યુલર નેટવર્ક સિગ્નલ આવ્યા પછી, તે પાછો તેના સિનિયર પાસે દોડી જાય છે.

આવી સ્થિતિ દરેક જગ્યાએ જોવા મળી શકે છે. એક યુવાન વકીલથી માંડીને સિનિયર એડવોકેટ્સ સુધી, ડૉક્ટરોથી માંડીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સુધી, બેઝમેન્ટ ઓફિસ એ પસંદગીનો વિકલ્પ છે, પછી ભલેને ભાગ્યે જ સૂર્યપ્રકાશ હોય કે સેલફોનનું નેટવર્ક હોય. વળી એક બીજી અન્ડરગ્રાઉન્ડ દુનિયા પણ છે. જેમાં જિમ્નેશિયમ, ક્લાઉડ કિચન, બાર અને લાઇબ્રેરી વગેરે છે. તેમાંના ઘણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત માપદંડને પૂર્ણ કરતા નથી.

delhi police
દિલ્હી પોલીસ ફાઈલ તસવીર – photo – Jansatta

દિલ્હીમાં ચોતરફ ફેલાયેલા ભોંયરાના ઘણા કારણ

જમીનનો ઉપયોગ કરવાથી માંડીને શહેરમાં જમીનના એક હિસ્સાના આસમાનને આંબતા ખર્ચ સુધી, રાષ્ટ્રીય પાટનગરમાં તેજીથી ધમધમતા ભોંયરાના અર્થતંત્રને વેગ મળ્યો છે. આ સિઝનમાં મુશળધાર વરસાદ અને રાજેન્દ્ર નગરની ઘટનાને કારણે આ બેઝમેન્ટની તપાસ શરૂ થઇ ગઇ છે.

બેઝમેન્ટનું નિર્માણ યુનિફાઇડ બિલ્ડિંગ બાય-લોઝ, 1983 અને માસ્ટર પ્લાન દિલ્હી હેઠળ કરવામાં આવ્યું છે. આ બાયલોઝ નક્કી કરે છે કે દિલ્હીની વસાહતોમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે (જે સર્કલ એરિયા રેટના આધારે આઠ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે) અને તેમને રહેણાંક, વાણિજ્યિક અથવા મિશ્ર ઉપયોગ માટે નિયુક્ત કરવામાં આવી છે કે કેમ.

કેટેગરી એ અને બી વસાહતોના મકાનોમાં ફક્ત વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ની મંજૂરી છે. માસ્ટર પ્લાનમાં આ પ્રવૃત્તિઓને તબીબો, વકીલો, આર્કિટેક્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સ, ટાઉન પ્લાનર્સ, મીડિયા પ્રોફેશનલ્સ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતાઓ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ જેવી વ્યાવસાયિક કુશળતાના આધાર સાથે સંકળાયેલી સેવાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ડાયેટિશિયન્સ/ન્યુટ્રિશનિસ્ટને 2016માં આ યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.

વકીલ માટે શાનદાર અને સૌથી વધુ પસંદ કરવામાં આવા સ્થળોમાં ગોલ્ફ લિંક, સુંદર નગર, નિઝામુદ્દીન ઇસ્ટ, મહારાણી બાગ અને ડિફેન્સ કોલોની આ કેટેગરીમાં આવે છે. 2008માં માસ્ટર પ્લાનમાં સંશોધન કરી બેઝમેન્ટમાં પ્રોફેશનલ એક્ટિવિટીને મંજૂરી આપવમાં આવી હતી. બેઝમેન્ટમાં વ્યાવસાયિક પ્રવૃત્તિને પ્લોટ કરેલા વિકાસમાં મંજૂરી આપવામાં આવી છે, જો કે બિલ્ડિંગ બાય-લો, સ્ટ્રક્ચરલ સેફ્ટીના ધોરણો અને ફાયર સેફ્ટી ક્લિયરન્સની સંબંધિત જોગવાઈઓ પુરી કરવી જરૂરી છે. જો પ્રોફેશનલ એક્ટિવિટી માટે બેઝમેન્ટનો ઉપયોગ પ્લોટ પર માન્ય એફએઆર (ફ્લોર એરિયા રેશિયો) કરતા વધુ વિસ્તારનો ઉપયોગ કરે છે, તો વધારાની એફએઆરનો ઉપયોગ સરકારની મંજૂરી દ્વારા નિર્ધારિત વાજબી ચાર્જની ચુકવણીને આધિન કરવામાં આવશે.

delhi coaching center basement accident
દિલ્હી કોચિંગ સેન્ટરના ભોયરામાં પાણી ભરાઈ જવાનો અકસ્માત

આ ઉપરાંત, 2011માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં તેમના માટે બેઝમેન્ટના કાર્યસ્થળો ખોલવામાં આવ્યા હતા. એમસીડીના આદેશમાં વ્યક્તિગત રહેણાંક પ્લોટના પુનર્વિકાસ માટેની તમામ દરખાસ્તોમાં પાર્કિંગ માટે નિયત ફ્લોરનો સમાવેશ કરવો ફરજિયાત બનાવ્યો હતો. આનો હેતુ ગલીમાં લોકોને પાર્ક કરવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો, પરંતુ તેના બદલે આ માળનો ઉપયોગ પાર્કિંગ સિવાયના અન્ય કારણોસર થવા લાગ્યો હતો.

દક્ષિણ દિલ્હીના એક બિલ્ડર ફ્લોર યુનિટના ફ્લેટ ઓનર શ્રેયા જૈન કહે છે, રહેવાસીઓને ગલીમાં પાર્ક કરવું પડતું હોવા છતાં, આ જગ્યાઓ નોકરોના ક્વાર્ટર્સ તરીકે વપરાય છે અથવા ઓફિસની જગ્યા તરીકે ભાડે આપવામાં આવે છે. ભાડાની રકમ સામાન્ય રીતે મકાનના મેન્ટેનન્સ ખર્ચ અને સિક્યોરિટી ગાર્ડ અને અન્ય સ્ટાફ માટે ચૂકવવામાં આવે છે.

દિલ્હીમાં ભોંયરાં અને બરસાતી (ઢાબા પર સિંગલ રૂમ સેટ, ઘણીવાર પરમિટ વિના બાંધવામાં આવે છે) લોકપ્રિય ખ્યાલો છે તેનું બીજું કારણ બાંધકામની વર્ટિકલ લિમિટ છે. ડિસેમ્બર 2022 સુધી, માસ્ટર પ્લાનમાં ઇમારતોને માત્ર 15 મીટર ઉંચી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ડીડીએએ તેને વધારીને 17.5 મીટર કરી દીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ