Delhi Red Fort Blast Updates : ભૂટાન પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે લોક નારાયણ જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) ની મુલાકાત લીધી હતી. તેઓ ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. તેમના આવવાની સૂચના મળતાં LNJP હોસ્પિટલની સામે બેરિકેડ ઉભા કરીને સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પીએમ મોદીએ ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી
પીએમ મોદીએ ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. હોસ્પિટલના અધિકારીઓ અને ડોકટરોએ તેમને ઘટના અને ઘાયલોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તે LNJP હોસ્પિટલમાં લગભગ 20-25 મિનિટ રહ્યા હતા, જે દરમિયાન તેમણે ઘાયલોને વધુ મદદની જરૂર છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી.પીએમ મોદી ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરવાના છે.
પીએમ મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પર ઇજાગ્રસ્તો સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. તેમણે તેમના X હેન્ડલ પર લખ્યું કે તેઓ દિલ્હી વિસ્ફોટ દરમિયાન ઇજાગ્રસ્તોન થયેલા લોકોને મળવા માટે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હું દરેકના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળ જે લોકો છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
આ પણ વાંચો – દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધની કેવી રીતે થશે પુષ્ટિ? તપાસ એનઆઈએને સોંપી
કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂટાનથી કહ્યું હતું કે દિલ્હી કાર વિસ્ફોટ પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં, કારણ કે તેની તપાસ કરી રહેલી એજન્સીઓ કેસના ઉંડાણમાં જશે અને ગુનેગારોને ન્યાય કઠેડામાં લાવશે. તેમણે કહ્યું હતું કે હું ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ આપણને બધાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. હું તે પરિવારોનું દુઃખ સમજું છું. દુઃખ અને સમર્થનમાં આખો દેશ તેમની સાથે એક સાથે ઉભો છે.





