/indian-express-gujarati/media/media_files/2026/01/05/sharjeel-imam-and-umar-khalid-2026-01-05-12-32-51.jpg)
ઉમર ખાલિદ અને શરઝીલ ઈમામ Photograph: (express photo)
SC Verdict Delhi Riots Case: સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઇમામ અને ઉમર ખાલિદની જામીન અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે સ્વીકાર્યું કે બંને આરોપીઓ ઉપર જે આરોપો લાગ્યા છે તે અલગ જ નહીં પરંતું ગંભીર પણ છે. સુપ્રીમ કોર્ટે પાંચ અન્ય આરોપીઓને જામીન આપ્યા છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે શરજીલ ઇમામ અને ઉમર ખાલિદે દિલ્હી રમખાણો પાછળના કાવતરામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાક્ષીઓની પૂછપરછ પૂર્ણ થતાંની સાથે જ અથવા મહત્તમ એક વર્ષની અંદર બંને આરોપીઓ નીચલી અદાલતમાં ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને આ આદેશથી પ્રભાવિત થયા વિના કેસની જાતે વિચારણા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
આ પાંચ આરોપીઓને જામીન મંજૂર
આ જ કેસમાં, સુપ્રીમ કોર્ટે પાંચ અન્ય આરોપીઓ - ગુલ્ફિશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદ - ની સતત કેદને જરૂરી માન્યું નહીં અને તેમની જામીન અરજીઓ મંજૂર કરી.
માહિતી માટે દિલ્હી પોલીસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને આરોપી વતી વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી, સિદ્ધાર્થ દવે, સલમાન ખુર્શીદ અને સિદ્ધાર્થ લુથરા દ્વારા દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 10 ડિસેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
શર્જીલ અને ઉમર સામે કયા આરોપો હતા?
ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ અને અન્ય લોકો પર UAPA અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે કારણ કે તેમના પર રમખાણોમાં મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ છે.
નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) વિરુદ્ધ ઉત્તરપૂર્વ દિલ્હીના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.
પોલીસ ચાર્જશીટ શું કહે છે?
પોલીસે રમખાણો, આગચંપી અને ગેરકાયદેસર સભાના 695 કેસ નોંધ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 85 કેસોનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાંથી 68 કેસોમાં નિર્દોષ છૂટકારો (80%) અને ૧૬ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ- પ્રયાગરાજ માઘ મેળામાં નવી મોનાલીસા દેખાઇ, સાદગી અને સુંદરતા એ દિલ જીત્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
695 કેસોમાં 47 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 183 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 1,738 લોકો જામીન પર બહાર છે, જ્યારે 108 જેલમાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us