ઇકો સેન્સિટિવ ઝોનમાં છે ધરાલી, આખરે કેમ ઉત્તરાખંડમાં વધી રહી છે વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ?

Uttarakhand Cloudburst Explained : આ બધાની વચ્ચે મોટો સવાલ એ ઉભો થાય છે કે ઉત્તરાખંડમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ કેમ વધી રહી છે. ધરાલી, જે મંગળવારે આવેલા પૂર અને ભૂસ્ખલનનું કેન્દ્ર હતું, તે ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત છે

Written by Ashish Goyal
Updated : August 06, 2025 21:49 IST
ઇકો સેન્સિટિવ ઝોનમાં છે ધરાલી, આખરે કેમ ઉત્તરાખંડમાં વધી રહી છે વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ?
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં મંગળવારે વાદળ ફાટવાની દુર્ઘટના બની હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Uttarakhand Cloudburst Explained : ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના પૂરગ્રસ્ત ધરાલીમાં આફતગ્રસ્તોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર પૂરમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા બચાવકાર્યોમાં 150થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ બધાની વચ્ચે મોટો સવાલ એ ઉભો થાય છે કે ઉત્તરાખંડમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ કેમ વધી રહી છે. ધરાલી, જે મંગળવારે આવેલા પૂર અને ભૂસ્ખલનનું કેન્દ્ર હતું, તે ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત છે અને નિષ્ણાતો માને છે કે નદીની આસપાસના મેદાનો પર બાંધકામ જેવી અનિયમિત પ્રવૃત્તિઓએ આ આપત્તિને વધુ ગંભીર બનાવી હતી.

શું કુદરતી આપત્તિ માટે માનવસર્જિત કારણો જવાબદાર છે?

ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોન ગંગોત્રી અને ઉત્તરકાશી શહેર વચ્ચે 4,157 ચોરસ કિલોમીટરનું ક્ષેત્ર છે. કેન્દ્ર સરકારના ફ્લેગશિપ ચાર ધામ ઓલ વેધર હાઇવે પ્રોજેક્ટના નિર્માણને કારણે આ વિસ્તાર ચર્ચામાં રહ્યો છે, જેને ઇકોલોજીકલ જોખમોને કારણે કાનૂની પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જોકે પાછળથી સુપ્રીમ કોર્ટે તેને મંજૂરી આપી દીધી હતી. બીએસઈઝેડ મોનિટરિંગ કમિટીના બે સભ્યોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સમિતિના સભ્યો નિયમિતપણે ઇરેગુલર ડેવલોપમેન્ટનો મુદ્દો ઉઠાવે છે.

આ પણ વાંચો – ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું, હોટલ-ઘરો તણખલાંની જેમ તણાયા, જુઓ ભયાવહ તસવીરો

ગંગા આહ્વાન નામની બિન-નફાકારક સંસ્થાની ભાગીરથી ઈએસઝેડ મોનિટરિંગ કમિટીના સભ્ય મલ્લિકા ભનોટે જણાવ્યું હતું કે આ એક કુદરતી ઘટના છે જે માનવસર્જિત કારણોસર આપત્તિમાં ફેરવાઈ ગઈ છે. નાની ઉપનદીઓ અને ઝરણાઓના કિનારે અનિયંત્રિત બાંધકામ નીચાણવાળા વિસ્તારોમાં વિનાશનું કારણ બને છે. જો બીઈએસઝેડ નોટિફિકેશનનો અસરકારક રીતે અમલ કરવામાં આવે તો તે પૂરના મેદાનોમાં બાંધકામને નિયંત્રિત કરશે અને આ કુદરતી ઘટનાઓની સ્થિતિમાં આપત્તિઓને અટકાવશે.

ધરાસુ-ગંગોત્રી વિભાગને પહોળો કરવા પર આપત્તિ

ગયા વર્ષે ભનોટ અને ઈએસઝેડ મોનિટરિંગ કમિટીના અન્ય સ્વતંત્ર સભ્યોએ ઉત્તરકાશીના ઝાલા ગામમાં એક હેલિપેડના નિર્માણ સામે આપત્તિ વ્યક્ત કરી હતી. તેઓએ ઉત્તરકાશી શહેર નજીક ગંગાના કાંઠે આવેલા મનેરી, જામકમાં બહુમાળી હોટલો, ગેરકાયદેસર બાંધકામો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ માળખાં ઇએસઝેડનાં ધારાધોરણોનું ઉલ્લંઘન કરે છે અને આ વિસ્તારની સુરક્ષા સાથે ચેડાં કરે છે. આ વિસ્તારમાંથી પસાર થતા ચાર ધામ પ્રોજેક્ટના પટને લઈને પણ કેટલીક સમસ્યાઓ આવી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને સીમા સડક સંગઠને ધરાસુ-ગંગોત્રી વિભાગને પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે અને ધરાલી આ માર્ગ પર આવે છે.

ચાર ધામ પ્રોજેક્ટનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરનારી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ રવિ ચોપડાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ધરાસુથી ગંગોત્રી સુધીના માર્ગ પર ભટવારી બ્લોકનું મુખ્ય મથક આવેલું છે. અહીંનો ઢાળ સમયની સાથે સરકી રહ્યો છે અને વૈજ્ઞાનિકોએ તેના પર અધ્યયન અને સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. અમે કહ્યું હતું કે રસ્તો પહોળો કરવાની ભલામણ કરવામાં આવી નથી અને અધિકારીઓને તેને સ્પર્શ ન કરવાની સલાહ આપી હતી.

ચોપડાએ કહ્યું કે હર્ષિલનો રસ્તો સાંકડો છે, તેને પહોળો કરવાને બદલે અમે સૂચન કર્યું કે ચટ્ટાનને અડધી ટનલ આકારનો બનાવવામાં આવે. અમે પહોળા થવા પર ઘણી કડક શરતો લાદી, અમે સલાહ આપી કે તેને જરા પણ પહોળો ન કરવો અને જો કરવામાં આવે તો પણ બિલકુલ કડક શરતો સાથે.

ઉત્તરકાશીમાં આવેલા પૂરનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના ડેટા દર્શાવે છે કે ઉત્તરકાશી અથવા તેની આસપાસના જિલ્લાઓમાં અસામાન્ય રીતે વધુ પડતો વરસાદ પડ્યો નથી, પરંતુ સાંકરીમાં મંગળવારે સૌથી વધુ 43 મીમી વરસાદ નોંધાયો હતો. કાટમાળ અને કાદવ ઘસવા વિશે જણાવતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ભૂસ્ખલન મામલાના વરિષ્ઠ સલાહકાર દીપાલી જિંદાલે કહ્યું કે આ વીડિયો જોઈને એવું લાગે છે કે આ એક મડસ્લાઇડ છે, એક પ્રકારનું ભૂસ્ખલન છે જેમાં કાદવ અને કાટમાળ ઝડપથી વહે છે. તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ તે આપત્તિ સ્થળની ઉપર ખીર ગંગા નદીના કેચમેન્ટ એરિયામાં બરફના ફ્લોને કારણે વાદળ ફાટવાને કારણે અથવા કદાચ પૂરને કારણે થઈ શકે છે. જોકે તપાસ બાદ જ આ વાતની પુષ્ટિ થશે. ”

આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ અને અન્ય ઘણા રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે આવી ઘટના બને છે, ત્યારે તે સતત વરસાદને કારણે પણ હોઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ