Ahmedabad Accident News: અમદાવાદ જિલ્લાના ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે એક બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને અમદાવાદ સિવિલ હસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે વહેલી સવારે દાહોદથી રાણપુર જઈ રહેલી બોલેરો જીપ પુલેન ચોકડી પાસે ઉભેલા ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી. જેમમાં બોલેરોના ફૂરચે ફૂરચા ઉડી ગયા, અને પાંચ લોકોના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બો લોકો ઘાયલ થયા હતા, જેમને 108ની મદદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો અનુસાર, આ અકસ્માત વહેલી સવારે 4.30 કલાક આસપાસ બન્યો હતો, ડમ્પર રસ્તા પર ઉભુ હતુ, તે સમયે બોલેરો ચાલકને જોકુ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પાંચ લોકોના સ્થળ પર જ મોત
પોલીસ અનુસાર, ઘટનાની જાણ થતા ઘોળકા રૂરલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, પાંચના સ્થળ પર જ મોત થયા હતા, મૃતકોને ધોળકા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બે ઈજાગ્રસ્તને સારવાર માટે અમદવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – રાજસ્થાન અકસ્માત : સ્કોર્પિઓ ટ્રક પાછળ ઘુસી જતાં કચ્છના ડોક્ટર કપલ, એક બાળકી સહિત પાંચના મોત
અકસ્માતનો ભોગ બનનાર મૃતક કોણ હતા?
પ્રાથમિક તપાસ અનુસાર, બોલેરોમાં સવાર મજૂરો દાહોદ નજીક પીટોલ ગામથી રાણપુર ગામે મજૂરી માટે જઈ રહ્યા હતા, જેમાં મૃતકોમાં દિલીપ નાનસિંહ ભીલવાડ, નીતિશ નાનસિંહ ભીલવાડ, રાજુ માનસિંઘ ખંડારા, પ્રમોદ ભરતભાઈ ભીલવાડનો સમાવેશ થાય છે, જ્યારે રામચંદ્ર નીતેશભાઈ ભીલવાડ, મનિષા નીતેશભાઈ ભીલવાડને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાાદ અસારવા સિવિલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





