PM મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થા: ડિજિટલ પેમેન્ટથી લઇને વોકલ ફોર લોકલ સુધી શું બદલાયું? જાણો

PM Modi Digital India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા બદલાવ આવ્યા છે. ડિજિટલ પેમેન્ટથી લઇને વોકલ ફોર લોકલ સુધી ઘણા પરિવર્તન થયા છે. આજે એમના જન્મદિવસ પર જાણીએ કે દેશમાં UPI ક્રાંતિથી લઇને મેડ ઇન ઇન્ડિયા સહિત શું બદલાયું?

PM Modi Digital India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા બદલાવ આવ્યા છે. ડિજિટલ પેમેન્ટથી લઇને વોકલ ફોર લોકલ સુધી ઘણા પરિવર્તન થયા છે. આજે એમના જન્મદિવસ પર જાણીએ કે દેશમાં UPI ક્રાંતિથી લઇને મેડ ઇન ઇન્ડિયા સહિત શું બદલાયું?

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
PM Modi Birthday, Digital India, UPI Payment, Vocal for Local, નરેન્દ્ર મોદી વિશે માહિતી, નરેન્દ્ર મોદી જન્મદિવસ, ભારતીય અર્થવ્યવસ્થા, ડિજિટલ ઇન્ડિયા

સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફોટો ક્રેડિટ narendramodi.in)

PM Modi Birthday Digital India: ભારતીય અર્થવ્યવસ્થામાં છેલ્લા દાયકામાં ઘણા ઐતિહાસિક ફેરફારો થયા છે. અંદાજે 4.19 ટ્રિલિયન ડોલર સાથે ભારત જીડીપીની દ્રષ્ટિએ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. દેશની અર્થવ્યવસ્થા 2030 સુધીમાં 20.7 ટ્રિલિયન ડોલર અને 2038 સુધીમાં 34.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને 'વોકલ ફોર લોકલ' સહિત ક્રાંતિથી સામાન્ય લોકોનું જીવન તો સરળ બન્યું છે પરંતુ સાથોસાથ બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ નવી દિશા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર આપણે જાણવા પ્રયાસ કરીએ કે, કેવી રીતે ભારતીય અર્થવ્યવસ્થાનો ચહેરો ડિજિટલ પેમેન્ટથી 'વોકલ ફોર લોકલ' બની રહ્યો છે.

Advertisment

UPI: ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ભારતને ડિજિટલ પેમેન્ટમાં વિશ્વમાં મોખરે મુકી રહ્યું છે. આજે દેશમાં કરોડો લોકો દરરોજ કરોડોના નાણાકીય વ્યવહારો UPI દ્વારા કરે છે. નાના દુકાનદારોથી લઈને મોટા રિટેલર્સ સુધી, દરેક વ્યક્તિ UPI અપનાવીને કેશલેસ અર્થતંત્રને વધુ મજબૂત કરી રહ્યા છે. આનાથી માત્ર પારદર્શિતા જ નથી વધી પરંતુ બ્લેક મની અને ફેક કરન્સી જેવા પડકારો પણ અમુક અંશે અંકુશમાં આવ્યા છે.

વોકલ ફોર લોકલ: લોકલથી ગ્લોબલ સુધી

PM મોદીએ આપેલ 'વોકલ ફોર લોકલ'ના મંત્રથી ભારતીય MSME અને સ્થાનિક ઉદ્યોગોને એક નવી ઓળખ મળી છે. કોવિડ-19 દરમિયાન, જ્યારે સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઇન તૂટી રહી હતી, ત્યારે સ્થાનિક ઉત્પાદનોએ માત્ર સ્થાનિક બજારને જ સંભાળ્યું ન હતું પરંતુ નિકાસમાં પણ મોટો હિસ્સો આપ્યો હતો. આજે ખાદી, હસ્તકલા, આયુર્વેદિક ઉત્પાદનો, સંરક્ષણ ક્ષેત્ર સહિત અન્ય ઘણી ભારતીય બ્રાન્ડ્સ વૈશ્વિક બજારમાં પ્રવેશ કરી રહી છે.

MSME ક્ષેત્રની સ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં નાના ઉદ્યોગોને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. નાના ઉદ્યાગકારો પોતાનો ધંધો શરુ કરી શકે એ માટે પ્રક્રિયાઓને ઘણી સરળ બનાવા પર ઘણો ભાર મુકાયો. મે 2025 સુધીમાં, ઉદ્યમ નોંધણી પોર્ટલ અને ઉદ્યમ સહાયક પ્લેટફોર્મ પર 6.44 કરોડ MSME નોંધાયેલા છે, જેમાં લગભગ 26.77 કરોડ લોકોને રોજગારી આપવામાં આવી છે. દેશની જીડીપીમાં એમએસએમઇનું યોગદાન લગભગ 30 ટકા છે અને ભારતની કુલ નિકાસમાં 45 ટકાથી વધુ એમએસએમઇ દ્વારા આવે છે.

Advertisment

સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને બિઝનેસ ઇકોસિસ્ટમ

નોકરી નહીં પરંતુ પોતાનો ધંધો… પીએમ મોદીના શાસનમાં યુવાઓને નોકરી નહીં પરંતુ પોતાનો ધંધો શરુ કરવા માટે યોગ્ય વાતાવરણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા સુધારાઓએ યુવાનોને વ્યવસાય કરવાની પ્રેરણા આપી છે. હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ગયું છે. ડિજિટલ ઇન્ડિયા અને પેમેન્ટ ક્રાંતિએ નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની તક પણ આપી છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ: જાન્યુઆરી

2025 સુધીમાં, ભારતમાં 159,000 થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે છે. 2025 માં, ભારતમાં લગભગ 22,000 નવા વ્યવસાયો (સ્ટાર્ટઅપ્સ) શરૂ કરવામાં આવ્યા છે અને કુલ સ્ટાર્ટઅપ નોંધણીઓ 1.8 લાખને વટાવી ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાણો 5 અજાણી વાતો...

બદલાતું નવું ભારત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં દેશમાં આર્થિક નીતિઓ અને સુધારને પગલે સ્થિતિ બદલાઇ છે. ડિજિટલ પેમેન્ટ્સ અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવાની નીતિઓએ માત્ર નોકરીઓનું સર્જન જ નથી કર્યું પરંતુ ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવ્યું છે. આજે, દરેક ગામમાં નાના દુકાનદારો પણ QR કોડ દ્વારા ચુકવણી લઈ રહ્યા છે અને તેમના ઉત્પાદનો ઓનલાઈન વેચી રહ્યા છે. જે બદલાતા નવા ભારત માટે મોટું સીમાચિહ્ન સમાન છે.

નરેન્દ્ર મોદી દેશ