Harvard International Students 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશથી ભારત સહિત વિદેશી વિદ્યાર્થીઓએ યુએસમાં ભણવું મુશ્કેલ બનશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાર્વર્ડ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરીને તેને મળેલા વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન સર્ટિફિકેટને રદ કરી દીધું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ) દ્વારા ગુરુવારે આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ ચુકાદાનો અર્થ એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટી હવે નવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને હાલમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બદલી થવાનું અથવા તેમના કાનૂની ઇમિગ્રેશન દરજ્જો ગુમાવવાનું જોખમ છે.
એક વાત સ્પષ્ટ છે કે, આ પગલું ટ્રમ્પ વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉશ્કેરી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે અને તેમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. એવું કહેવાય છે કે, હાર્વર્ડ યુનિવર્સિટી અને ટ્રમ્પ પ્રશાસન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાવર્ડ યુનિવર્સિટીએ પણ ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન સામે દાવો માંડ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ટ્રમ્પ સરકારની માગણીઓ સામે ઝૂકશે નહીં.
હોવર્ડ યુનિવર્સિટીનું કહેવું છે કે, ટ્રમ્પ પ્રશાસનની આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયની અસર હાર્વર્ડ યુનિવર્સિટી પર પડશે, કારણ કે અહીંના 27 ટકા વિદ્યાર્થીઓ અમેરિકાની બહારના છે.
શું છે સમગ્ર મામલો?
ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટી પર આરોપ લગાવ્યો છે કે તે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે જેમનું કેમ્પસમાં વર્તન અમેરિકન વિરોધી છે અને આતંકવાદીઓને ટેકો આપે છે.
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી કર્સ્ટી એલ નોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટીએ છેલ્લા 5 વર્ષમાં હિંસક વિરોધ પ્રદર્શનો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આરોપ લગાવનારા વિદેશી વિદ્યાર્થીઓના રેકોર્ડ પૂરા પાડવાની કેન્દ્ર સરકારની વિનંતીને સ્વીકારી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાવર્ડે ચીનના અર્ધલશ્કરી દળોના સભ્યોને હોસ્ટ કર્યા હતા અને તાલીમ આપી હતી.
નોમે યુનિવર્સિટીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદેશી વિદ્યાર્થીઓના ડિજિટલ રેકોર્ડની યાદી રજૂ કરવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો, જેમાં વીડિયો અને ઓડિયો ફૂટેજનો પણ સમાવેશ થાય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ શું કહ્યું?
હાર્વર્ડ યુનિવર્સિટીએ આ પગલાનો સખત વિરોધ કર્યો હતો અને તેને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા “સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બદલો” લેવાનું પગલું ગણાવ્યું હતું. યુનિવર્સિટીએ કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષાની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે. યુનિવર્સિટીએ કહ્યું કે તે ૧૪૦ થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને હોસ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, આને કારણે, યુનિવર્સિટી અને રાષ્ટ્રને મજબૂત બનાવવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ ચેતવણી આપી હતી કે, આવા આદેશો હાર્વર્ડ સમુદાય અને આપણા રાષ્ટ્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, અને હાર્વર્ડના શૈક્ષણિક અને સંશોધન મિશનને નબળું પાડી શકે છે.





