Donald Trump India Relations: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમુક નિર્ણય લીધા છે, જેની અમુક દેશો પર નકારાત્મક અસર થઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર કેવી અસર થશે, જેના વિશે આર્થિક પંડિતો અલગ અલગ મંતવ્યો રજૂ કરી રહ્યા છે. જાણકારોના મતે ભારત – યુએસ વચ્ચે ગાઢ સંબંધ છે. ચીનના મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ ટ્રેન્ડ પાછલા 5 યુએસ પ્રેસિડેન્ટના કાર્યકાળ જેવું જ રહેશે. ક્વાડ (QUAD) વધુ મજબૂત થશે.
અમેરિકામાં ટ્રમ્પ સરકારથી ભારતને ફાયદો થવાની અપેક્ષા
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનાથી ભારતને 3 બાબતોમાં ફાયદો થવાની અપેક્ષા છે. સૌથી પહેલું, બંને દેશના નેતાઓ વચ્ચે સારા સંબંધ છે. રિપોર્ટ મુજબ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારી વાતચીત થાય છે. ટ્રમ્પના પૂર્વ NSA રોબર્ટ ઓ બ્રાયનના મતે ટ્રમ્પ મોદીમાં પોતાને જુએ છે. આનું કારણ તેમનો રાષ્ટ્રવાદ અને જનતામાં તેમની ભારે લોકપ્રિયતા છે. બંને નેતાઓને યાદ હશે કે ડોકલામ, બાલાકોટ અને ગલવાણ મામલે અમેરિકાએ ભારતને સાથ આપ્યો હતો. બંને દેશોની રાષ્ટ્રવાદી વિચારધારામાં સમાનતા છે. ભારત સરકાર જાણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે આકર્ષિત કરવા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ચીન માટે ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પ ચીન માટે ચિંતા બની શકે છે. રાજકારણ, રક્ષા, સપ્લાય ચેન અને આર્થિક સહયોગ આ ચિંતાનિ પરિણામ છે. તેમાં ક્વાડ સમૂહની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ટ્રમ્પ આ સમૂહને પુનર્જીવિત કરવામાં ગર્વ અનુભવે છે. આ કારણસર જ મંગળવારે વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી ચીનને એક મજબૂત સંદેશ આપ્યો છે. બીજી સંભાવના એવી પણ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર એક મજબૂત પરંતુ સાવધાનીભર્યૂ વલણ અપનાવી શકે છે, જેવું જો બિડેને કર્યું હતું. જો આવું થાય તો ભારત માટે સારી વાત છે
અમેરિકામાં ટ્રમ્પ રાજ ભારત માટે સારું
છેલ્લે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા કર્મીઓની પસંદગી જે રીતે કરી રહ્યું છે, તે ભારત માટે સારી વાત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ વોલ્ટેજ, ઉપપ્રમુખ એનએસએ એલેક્સ વોંગ સહિત સિનિયર થી લઇ મધ્ય સ્તરના પ્રમુખ વિભાગોમાં ભારત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખનાર મનાવામાં આવે છે. તેની ઉંડી અસર થાય છે. ભારતે અમેરિકામાં એક પ્રોત્સાહિક આર્થિક માહોલ બનાવવાની જરૂર છે. તેનાથી વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર, આયાત નિકાસને વેગ મળી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક દૃષ્ટિકોણ પર નજર
ડોનાલ્ડ ટ્રમ્પનું વૈશ્વિક દૃષ્ટિકોણ પણ મહત્વનો મુદ્દો છે. માત્ર ભારત જ નહીં જ દુનિયાના અન્ય દેશો સાથે અમેરિકા કેવી નીતિ અપનાવે છે તે બાબત પણ મહત્વપૂર્ણ છે. જો યુરોપ સાથે અમેરિકાના સંબંધ બગડે અથવા યુરોપમાં અમેરિકાની વિશ્વનિયતા પર ગંભર શંકા ઉભી થાય તો યુરોપને ચીનથી દૂર કરવાનું કામ વધુ મુશ્કેલ બની જશે.
યુક્રેન રશિયા પર અસર
અમેરિકા દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને શક્તિશાળી દેશ છે. ઉપરાંત ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા અને દુનિયાની ઘણી મહત્વપૂર્ણ સંસ્થાઓનું કેન્દ્ર છે. અમેરિકામાં ટ્રમ્પ રાજ બાદ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને યુક્રેન રશિયાના સંબંધો પર ઉંડી અસર થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત અનપેક્ષિત
ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત અનપેક્ષિત માનવામાં આવે છે. આથી હાલના તબક્કે કંઇ પણ કહેવું વહેલું ગણાશે. આમ તો ટ્રમ્પ સરકારમાં ભારત અને અમેરિકાના વેપાર સંબંધોને એક નવી દિશા મળી શકે છે. કારણ કે, ટ્રમ્પ સરકાર અમેરિકા ફર્સ્ટની નીતિ પર વધુ ભાર આપે છે, જેનો ભારત સરકારે સામનો કરવો પડી શકે છે. ભારત તેને ડિપ્લોમેટિક રીતે કેવી સંભાળે છે તે જોવાનું રહેશે.





