અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ટ્રમ્પે પાછા મોકલ્યા, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના

US Military Deportation Flights: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહી કરવાનું શરું કરી દીધું છે. ત્યારે હવે અપ્રવાસી ભારતીયો ઉપર કાર્યવાહી કરવાનું શરું થઈ ગયું છે. અમેરિકાથી ગેરકાયદેસર રહેતા અપ્રવાસી ભારતીઓને લઈને પહેલી ફ્લાઈટ ભારત આવી રહી છે.

US Military Deportation Flights: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહી કરવાનું શરું કરી દીધું છે. ત્યારે હવે અપ્રવાસી ભારતીયો ઉપર કાર્યવાહી કરવાનું શરું થઈ ગયું છે. અમેરિકાથી ગેરકાયદેસર રહેતા અપ્રવાસી ભારતીઓને લઈને પહેલી ફ્લાઈટ ભારત આવી રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
US President Donald Trump

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ - photo - X

Donald Trump Deportation Policy: અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીયોને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી.

Advertisment

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. આ દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી તેજ કરી છે. જો કે આ વિમાનમાં કેટલા ભારતીયો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટા સામૂહિક દેશનિકાલ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂઆતમાં કુલ 15 લાખ લોકોની યાદી તૈયાર કરી છે અને તેમાંથી 18 હજાર ભારતીયો છે.

મોટી સંખ્યામાં ગેરકાયદેસર ભારતીય વસાહતીઓ રહે છે

અનુમાન મુજબ, યુએસમાં અંદાજે 7,25,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રહે છે અને આશ્ચર્યજનક છે કે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની આ ત્રીજી સૌથી મોટી વસ્તી છે.

Advertisment

ગયા મહિને ભારતે કહ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે કયા ભારતીયોને અમેરિકાથી પાછા મોકલી શકાય છે પરંતુ તેમની સંખ્યા હજુ કહી શકાય તેમ નથી.

ટ્રમ્પ અને મોદી વચ્ચે વાતચીત થઈ હતી

જાન્યુઆરીમાં ષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી "જે યોગ્ય છે તે કરશે", ભલે તેનો અર્થ યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને પરત લેવાનો હોય. આ નિવેદન બંને નેતાઓ વચ્ચે ફોન કોલ બાદ આવ્યું છે. ફોન પર વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

દરમિયાન, પેન્ટાગોને 5,000 થી વધુ ઇમિગ્રન્ટ્સને યુએસની બહાર મોકલવા માટે લશ્કરી ફ્લાઇટ્સનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી, ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ મોકલવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા વિશ્વ