Donald Trump Oath Ceremony Updates : ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે જેડી વેન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ભારતીય સમય મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે રાત્રે 10:30 વાગ્યે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં ઘણા મહેમાનો હાજર રહ્યા હતા.
આ સમારોહમાં એલોન મસ્ક, જેફ બેજોસ, અને માર્ક ઝુકરબર્ગમાં પણ હાજર રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ બિડેન, તેમના પત્ની અને બરાક ઓબામાએ પણ હાજરી આપી હતી. ટ્રમ્પના ઉદ્ઘાટનમાં કમલા હેરિસ પણ હાજર રહ્યા હતા. ઘણા વિદેશી નેતાઓ પણ શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
પીએમ નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને અભિનંદન. હું આપણા બન્ને દેશોને લાભ પહોંચાડવા અને દુનિયા માટે શાનદાર ભવિષ્યને આકાર આપવા માટે ફરી એકવાર મળીને કામ કરવા ઉત્સુક છું. આગામી સફળ કાર્યકાળ માટે શુભકામના.





