Trump Tariff On India: અમેરિકાનો ભારતને ઝટકો, 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ વસૂલશે, ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય 10 મુદ્દા

Donald Trump Impose Reciprocal Tariff On India: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા સંસદને સંબોધનમાં ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ઉપરાંત રશિયા યુક્રને યુદ્ધ, યુએસમાં ઘુષણખોરી, ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિવેદન આપ્યા છે.

Donald Trump Impose Reciprocal Tariff On India: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા સંસદને સંબોધનમાં ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ઉપરાંત રશિયા યુક્રને યુદ્ધ, યુએસમાં ઘુષણખોરી, ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિવેદન આપ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Donald Trump Address US Parliament Congress | Donald Trump | US Parliament | US Congress | Donald Trump Tariff

Donald Trump Impose Reciprocal Tariff On India: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં સંબોધન વખતે ભારત પર 2 ટકા પારસ્પરિક ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. (Photo: @POTUS)

Donald Trump Impose Reciprocal Tariff On India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદનં સંબોધિત કરતા ભારત અને ચીન પર ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ટ્રમ્પે ઘોષણા કરી કે, તે ભારત અને ચીન પર 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ (Reciprocal Tariffs) લાદવામાં આવશે. નવી ટેરિફ પોલિસી હેઠળ અમેરિકા એવા દેશો પર સમાન ટેરિફ લાદવાની યોજના ધરાવે છે જે અમેરિકન માલ પર ઊંચી ડ્યુટી લાદે છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં તમારું કામ આગળ વધશે, જાતિ કે રંગ નહીં. અમેરિકાનું સમ્માન અને વિશ્વાસ પાછો આવ્યો છે. અહી વાંચો ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય 10 મુદ્દા

Advertisment

ડોનાલ્ડ ટ્રમ્પનું US સંસદમાં ભાષણ - America Is Back

ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદમાં સંબોધનની શરૂઆત America Is Back થી કરી હતી. અમેરિકાની સંસદ કોંગ્રેસને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 43 દિવસ પહેલા જ્યારે મેં દેશની કમાન સંભાળી હતી, ત્યારે એક નવા યુગની શરૂઆત થઈ હતી. અમારી સરકાર છેલ્લા 43 દિવસથી આ દિશામાં કામ કરી રહી છે. આપણે અમેરિકન અર્થવ્યવસ્થાને બચાવવી પડશે. હવે મોટાં સપનાં જોવાનો સમય આવી ગયો છે. બિડેનનો કાયદો અમેરિકન વિકાસમાં અવરોધરૂપ હતો. અમારો આત્મવિશ્વાસ પાછો આવી ગયો છે. અર્થતંત્રને મજબૂત બનાવવું એ પ્રાથમિકતા રહેશે અને અમેરિકાને મારામાં વિશ્વાસ છે.

અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે જો બિડેન : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉના જો બિડેન સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, બિડેન અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, ગેરકાયદેસર ઘૂસણખોરી વધી હતી. ટ્રમ્પે કહ્યું કે અમે ગેરકાયદેસર ઘૂસણખોરી બંધ કરી દીધી છે. તેમણે ઇમિગ્રન્ટની ઘણી સમસ્યાઓ પર નિયંત્રણો મૂક્યા. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકાનો વિશ્વાસ અને આદર પાછો ફરી રહ્યો છે.

ટ્રમ્પે પાકિસ્તાનનો આભાર માન્યો

મોટી વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પાકિસ્તાનનો આભાર માન્યો હતો. હકીકતમાં 2021માં અફઘાનિસ્તાનના કાબુલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તે હુમલાના માસ્ટર માઈન્ડને પકડવામાં પાકિસ્તાને મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેથી તેમનો આભાર માનવામાં આવ્યો છે.

Advertisment

રશિયા યુક્રેન યુદ્ધ વિશે ટ્રમ્પે શું કહ્યું?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ પર પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે કહ્યું કે રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માંગે છે, અમેરિકાને ત્યાંથી ખૂબ જ મજબૂત સંકેતો મળ્યા છે. તેમના મતે ઝેલેન્સકીએ પણ વાટાઘાટોના ટેબલ પર આવવાની વાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇચ્છે છે કે આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનું સમ્માન અને વિશ્વાસ પાછું આવ્યું છે. આપણું ગૌરવ પાછું આવ્યું છે. હવે અમેરિકાના લોકો પોતાના બધા સપના પુરા કરી શકશે.

ટ્રમ્પે કહ્યું કે, મને દેશમાં સરહદ પર થઇ રહેલી ઘૂષણખોરીને રોકવા માટે અમેરિકાની સેના અને સીમા સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનામાં અત્યાર સુધીની સૌથી ઓછી ગેરકાયદેસર ઘુષણખોરીની ઘટનાઓ બની છે.

ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત આપણા પર 100 ટકા ટેરિફ લાદે છે. જે અમારા પર જેટલો ટેરિફ લાદશે, અમે તેના પર એટલો જ ટેરિફ લાદીશું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારું માનવું છે કે, તમે ભલે ડોક્ટર હોવ, એકાઉન્ટન્ટ હોવ, વકીલ હોવ કે એર ટ્રાફિક કન્ટ્રોલર હો, તમારી સ્કીલ અને લાયકતા મુજબ નિમણૂક કરવામાં આવશે, જાતિ કે રંગના આધાર પર નહીં. સુપ્રીમ કોર્ટના એક સાહસી અને શક્તિશાળી નિર્ણયથી અમને આમ કરવાની મંજૂરી મળી છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, અમે આપણી પબ્લિક શાળા માંથી ક્રિટિકલ રેસ થિયરીનું ઝેર કાઢી નાંખ્યું છે. મેં એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી તે અમેરિકન સરકારની એક સત્તાવાર નીતિ બની ગઇ છે, માત્ર બે લિંગ છે - પુરુષ અને સ્ત્રી.

ટ્રમ્પે કહ્યું કે, મે જળવાયુ પરિવર્તન કૌંભાડ, પેરિસ જળવાયુ સમજૂતી, ભ્રષ્ટ વિશ્વ આરોગ્ય સંગઠનને સમાપ્ત કરી દીધું, UNHRC ને પરત લાવ્યું. પાછલી સરકારના ઇવી આધ્યાદેશને રદ કર્યા.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા india બિઝનેસ વિશ્વ દેશ