/indian-express-gujarati/media/media_files/2026/01/21/donald-trump-davos-2026-01-21-21-11-56.jpg)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પર યુરોપિયન દેશો પર પ્રહાર કર્યો હતો Photograph: (સોશિયલ મીડિયા)
donald trump launches board of peace : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બોર્ડ ઓફ પીસના પ્રથમ ચાર્ટરની ઔપચારિક જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના મોડલ પર આધારિત બોર્ડ ઓફ પીસ શરૂઆતમાં ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ તેનો વિસ્તાર વિશ્વભરના વિવાદોને ઉકેલવા માટે થઈ શકે છે. પાકિસ્તાન સહિત ઘણા દેશોએ સભ્ય બનવા સંમતિ આપી છે.
બોર્ડ ઓફ પીસના લોન્ચિંગ સમયે ટ્રમ્પે જણાવ્યું હતું કે ગાઝા સીઝફાયર કરારના ભાગ રૂપે હમાસે તેના હથિયારો છોડવા પડશે નહીં તો તે પેલેસ્ટિનિયન આંદોલનનો અંત લાવશે. ટ્રમ્પે કહ્યું કે તેઓએ તેમના હથિયાર છોડવા પડશે અને જો તે આમ નહીં કરે તો તે તેમનો અંત હશે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોર્ડ ઓફ પીસની જાહેરાત કરી
સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોર્ડ ઓફ પીસની જાહેરાત સમયે એક ડઝનથી વધુ દેશોના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ટોચના રાજદ્વારીઓ હાજર રહ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિઅર માઇલી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવ હાજર રહ્યા હતા.
ટ્રમ્પે સ્વીકાર્યું કે કેટલાક દેશોને સંસદની મંજૂરી વિના તેમાં જોડાવામાં મુશ્કેલી પડી શકે છે. સાઉદી અરેબિયા, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતના તેમાં સામેલ થવાનો આમંત્રણનો સ્વીકાર કર્યો છે. 8 દેશોના વિદેશ મંત્રીઓએ એક સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી હતી. ઇજિપ્ત, પાકિસ્તાન અને યુએઈએ પહેલાથી જ શાંતિ બોર્ડમાં જોડાવાની યોજના જાહેર કરી દીધી હતી.
એક બિલિયન ડોલર ચૂકવવા પડશે
પ્રસ્તાવિત બોર્ડની અધ્યક્ષતા આજીવન ટ્રમ્પ કરશે. જ્યારે સભ્ય દેશોએ કાયમી સભ્યપદ મેળવવા માટે એક અબજ ડોલર ચૂકવવા પડશે. બોર્ડની દર વર્ષે બેઠક થવાની સંભાવના છે. ગાઝા સંબંધિત નિર્ણયો લેવા માટે ગાઝા એક્ઝિક્યુટિવ બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડમાં તુર્કી, કતાર, યુએઈ અને યુએસના પ્રતિનિધિઓ પણ સામેલ છે.
આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું - યુરોપ યોગ્ય દિશામાં જઈ રહ્યું નથી
મુસ્લિમ દેશોએ બોર્ડ ઓફ પીસમાં જોડાવાના તેમના નિર્ણયની જાહેરાત કરતા નિવેદનમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે પેલેસ્ટાઇનના લોકોના આત્મનિર્ણય અને રાજ્યના અધિકાર પર આધારિત એક ન્યાયપૂર્ણ અને કાયમી શાંતિને આગળ વધારવા માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
ટ્રમ્પે શું કહ્યું?
સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતાહ અલ-સીસી સાથેની બેઠકની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે કેટલાક દેશોને સંસદની મંજૂરીની જરૂર છે. ઘણા દેશો જોડાવા માટે રસ ધરાવે છે, જેમાં તે પણ છે જેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us